હવામાન વિભાગની આગાહી, રાજ્યમાં છૂટોછવાયો વરસાદ પડશે

અમદાવાદઃ રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે સમગ્ર રાજ્યમાં છૂટાછવાયો વરસાદ વરસ્યો હતો.

રાજ્યમાં દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર પૂર્વીય ગુજરાત માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી પાંચ દિવસ છૂટોછવાયો વરસાદ પડી શકે તેવી શક્યતા છે.

આ ઉપરાંત ફરીવાર રાજ્યવાસીઓને અકડાતી ગરમી સહન કરવી પડશે. આજથી રાજ્યમાં અમદાવાદ સહિતના વિસ્તારમાં 2-4 ડિગ્રી તાપમાન વધશે. અમદાવાદમાં 40 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં અપર સર્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી છે.