GT vs MI: ગુજરાત આગળ મુંબઈનું સરેન્ડર, 36 રનથી ચટાડી ધૂળ

GT vs MI: 29 માર્ચે IPL 2025 માં ગુજરાત ટાઇટન્સ વિરુદ્ધ મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની મેચ રમાઈ હતી. ટોસ જીત્યા બાદ મુંબઈએ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, જ્યારે યજમાન ગુજરાતે પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. ગુજરાત વતી ઓપનિંગ બેટ્સમેન સાઈ સુદર્શન અને શુભમન ગીલે ટીમને સારી શરૂઆત અપાવી, જેના કારણે GTએ મોટો સ્કોર બનાવ્યો.

GTએ 196 રન બનાવ્યા હતા
પ્રથમ બેટિંગ કરતા જીટીએ 20 ઓવરમાં 8 વિકેટના નુકસાને 196 રન બનાવ્યા હતા. ઓપનર તરીકે આવેલા સાઈ સુદર્શન અને શુભમન ગીલે જીટીને શાનદાર શરૂઆત અપાવી હતી. બંનેએ મળીને પ્રથમ વિકેટ માટે 78 રન જોડ્યા હતા. સુદર્શને 41 બોલમાં 63 રન બનાવ્યા હતા જ્યારે શુભમન ગિલે 27 બોલમાં 38 રનની શાનદાર ઇનિંગ રમી હતી.

આ ઇનિંગને કારણે તે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 1000 રન પૂરા કરનાર પ્રથમ ખેલાડી પણ બન્યો છે. આ સિવાય જોસ બટલરે પણ ટીમ માટે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે 24 બોલમાં 39 રન બનાવ્યા હતા. મુંબઈ તરફથી હાર્દિક પંડ્યાએ સૌથી વધુ 2 વિકેટ લીધી હતી. આ સિવાય કોઈ બોલર કંઈ ખાસ કરી શક્યો નહોતો.

197 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી મુંબઈ તરફથી રોહિત શર્મા અને રેયાન રિકલ્ટને ઇનિંગ્સની શરૂઆત કરી હતી. રોહિત 8 રન બનાવીને આગળ ગયો. તિલક વર્માએ 36 બોલમાં 39 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય તેણે 3 ફોર અને 1 સિક્સ પોતાના નામે કરી હતી. આ સિવાય રોબિન મિન્ઝ ટીમ માટે કઈ ખાસ કરી શક્યો ન હતો. તે 6 બોલમાં 3 રન બનાવીને ઈશાંત શર્માનો શિકાર બન્યો હતો. જ્યારે મુંબઈ તરફથી સૂર્યકુમાર યાદવે 28 બોલમાં 48 રનની ઈનિંગ રમી હતી. પરંતુ જીતવા માટે આ પૂરતું ન હતું. 20 ઓવર પછી મુંબઈએ 6 વિકેટના નુકસાને 160 રન બનાવ્યા હતા. ગુજરાતે આ મેચ 36 રને જીતી લીધી હતી.