200 ગુજરાતી કલાકારો-સંગીતકારોને વિધાનસભામાં આમંત્રણ, વિવાદ બાદ લેવાયો નિર્ણય

ગાંધીનગરઃ થોડા દિવસ પહેલાં ગુજરાત વિધાનસભાની કાર્યવાહી નિહાળવા માટે કેટલાક કલાકારોને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ તમામનું સન્માન કર્યું હતું. ત્યારબાદ ગુજરાતી અભિનેતા વિક્રમ ઠાકોરે આ મુદ્દે સરકારના કાન મરડ્યાં હતા અને વિવાદ વકર્યો હતો.

આગામી 26મી અને 27મી માર્ચે કલાકારો સહિત સંગીતકારો ગૃહની મુલાકાત લેશે. ગુજરાતના જાણીતા અને દિગ્ગજ કલાકારો સહિત સંગીતકારો વિધાનસભા ગૃહની કાર્યવાહી નિહાળશે. સમગ્ર ગુજરાતમાંથી 200 જેટલા કલાકારો સહિત સંગીતકારોને આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમાં ગુજરાતી અભિનેતા વિક્રમ ઠાકોરને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.