નવસારીના ચીખલી તાલુકામાં મિત્ર શિક્ષક યુગલે કરી આત્મહત્યા, પોલીસે તપાસ હાથ ધરી

નવસારી: નવસારીના ચીખલી તાલુકામાં મિત્ર શિક્ષક યુગલે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ હતી. ચીખલીના રાનકુવા ગામે 45 વર્ષીય શિક્ષિકા લતા પટેલના ઘરે બંનેના મૃતદેહ મળ્યા હતા. લતા પટેલ અને છોટુ પટેલ બંને વાંદરવેલા પ્રાથમિક શાળામાં શિક્ષકો હતા. ચીખલી પોલીસે બંનેના મૃતદેહે પીએમ અર્થે ખસેડ્યા હતા.
છોટુ પટેલે મિત્ર લતા પટેલની હત્યા કરી પોતે આત્મહત્યા કરી હોવાની લોકોમાં ચર્ચા છે. હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસને વેગ આપ્યો છે.