ટબોલર શુભાશિષ બોઝ અને સૌમ્યા ગુગુલોથને પ્લેયર ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યા

Player of the Year: ભારતીય ડિફેન્ડર અને મોહન બાગાન સુપરજાયન્ટ્સના કેપ્ટન સુભાષિષ બોઝને આજે પ્લેયર ઓફ ધ યર જાહેર કરવામાં આવ્યા છે. બીજી બાજૂ ઈસ્ટ બંગાળ એફસીની સ્ટ્રાઈકર સૌમ્યા ગુગુલોથે મહિલા વર્ગમાં આ સન્માન જીત્યું છે.

આ પણ વાંચો: તાંબાના વાસણમાં પાણી પીવાના ફાયદાઓ વિશે જાણો છો? આ મળશે લાભ

ખાલિદ જમીલ કોચ ઓફ ધ યર
AIFF દ્વારા આયોજિત એવોર્ડ સમારોહ દરમિયાન જમશેદપુર FC કોચ ખાલિદ જમીલને સતત બીજી વખત કોચ ઓફ ધ યર જાહેર કરવામાં આવ્યા છે. શ્રીભૂમિ એફસીને ઈન્ડિયન વિમેન્સ લીગમાં ત્રીજા સ્થાને પહોંચાડવા બદલ સુજાતા કરને મહિલા કોચ ઓફ ધ યરનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ટેકચમ રંજીતા દેવીને વર્ષના શ્રેષ્ઠ મહિલા રેફરીનો એવોર્ડ મળ્યો અને મિડફિલ્ડ માસ્ટરમાઇન્ડ બ્રાયસન ફર્નાન્ડિસને પુરુષ આશાસ્પદ ખેલાડી ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. જ્યારે 18 વર્ષીય ડિફેન્ડર થોઇબિસાના ચાનુને મહિલા આશાસ્પદ ખેલાડી ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો હતો. વિશાલ કૈથે IWL માં શાનદાર પ્રદર્શન માટે પુરુષ ગોલકીપર ઓફ ધ યરનો એવોર્ડ જીત્યો જ્યારે પંથોઈ ચાનુને મહિલા શ્રેણીમાં આ સન્માન મળ્યું. વેંકટેશ આરને વર્ષના શ્રેષ્ઠ પુરુષ રેફરી તરીકે પસંદ કરવામાં આવ્યા હતા