થાન તાલુકામાં મગફળીના ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠી, લાખો રૂપિયાનો માલ બળીને ખાખ

થાન: થાન તાલુકામાં આવેલ મગફળીના ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠી હતી. હીટર નગર વિસ્તારમાં મગફળીના ગોડાઉનમાં આગ લાગી છે. ગોડાઉનમાં રાખેલ લાખો રૂપિયાનો મગફળીનો મુદ્દામાલ બળીને ખાખ થયો છે.

આગમાં મુદ્દામાલ બળીને ખાખ થયો હતો જોકે સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.