જમ્મુ-કાશ્મીરના શોપિયામાં આતંકીઓ-સુરક્ષાદળો વચ્ચે અથડામણ, એક આતંકી ઠાર

Jammu kashmir: પહલગામ હુમલા પછી, સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનમાં આતંકવાદી છાવણીઓ પર હુમલો કરીને તેનો નાશ કર્યો. ઓપરેશન સિંદૂર હેઠળ સરહદ પાર આતંકવાદી છાવણીઓ પર કાર્યવાહી બાદ, સુરક્ષા દળોએ હવે સરહદની અંદર એટલે કે જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ સામે લશ્કરી કાર્યવાહી વધુ તીવ્ર બનાવી દીધી છે. શોપિયા સહિત વિવિધ વિસ્તારોમાં આતંકવાદીઓને શોધવા માટે સેના ઓપરેશન ચલાવી રહી છે.

મંગળવારે સવારે આવા જ એક ઓપરેશન દરમિયાન સુરક્ષા દળોએ લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓને ઘેરી લીધા હતા. આતંકવાદીઓ સાથેની અથડામણમાં સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર માર્યો છે. શોપિયાના જાંપત્રીમાં એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. એવી આશંકા છે કે ઓછામાં ઓછા 4 આતંકવાદીઓ હજુ પણ ઘટનાસ્થળે છુપાયેલા છે. બંને તરફથી ગોળીબાર ચાલી રહ્યો છે.

આ પણ વાંચો: પંજાબઃ અમૃતસરમાં ઝેરી દારૂ પીવાથી 15 લોકોનાં મોત, 6 લોકોની હાલત ગંભીર