સાઈબર ફ્રોડનો ફરાર આરોપી ગોવાથી ઝડપાયો; પોરબંદર સહિત સુરત, ઉમરા, ભરૂચમાં નોંધાયો છે ગુનો
પોરબંદર: પોરબંદર સહિત સમગ્ર દેશમાં સાઇબર ક્રાઇમ મજા મૂકી છે. છેલ્લા ઘણા સમયથી લોકો સાઇબર ક્રાઇમમાં ફસાઈને પૈસા ગુમાવી બેસે છે. થોડા સમય અગાઉ એક મહિલા સાઈબર ફ્રોડમાં પકડાઈ હતી. ત્યારે હવે પોરબંદર સહિત સુરત, ઉમરા તથા ભરૂચ જેવા શહેરના સાયબર ફ્રોડના 20 જેટલા ગુનામાં છેલ્લા 07 વર્ષથી લાલ શાહીથી નાસતા ફરતા આરોપી રણમલ ઉર્ફ રામ ઉર્ફ રમણીક વિજયકુમાર શાદીલાલને ગોવા ખાતેથી પકડી પાડવામાં આવ્યો છે.
આ ઘટનાને વિગતવાર જોઈએ તો એક યુવકે પોતાની ફેસબુક આઇ.ડી. પર એક 7th Heaven Club and Cruises નામની જાહેરાત જોઈ હતી. જે મુજબ લક્ષ્યદ્રીપ- મુંબઈ ક્રુઝમાં 17 નાઈટ હોલિડે તથા બે વ્યક્તિઓની ફી 1,25,000 હતી. જેની વેલીડિટી 3 વર્ષ તથા ફ્લાઇટ ટિકિટ પણ ફ્રી વગેરે હોવાથી તે જાહેરાતવાળા પેઇજમાં જણાવેલ કોન્ટેક્ટ નંબર પર સંપર્ક કરી પોતાનું હોલીડે પેકેજ બુક કરવા માટે રૂા. 62,500 તથા રૂા. 62,500 મળી કુલ રૂા. 1,25,000 બે આરોપીઓના એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા.
બાદમાં અવાર-નવાર હોલીડે પેકેજ બાબતે પુછતા પોતાના ફોન બંધ કરી દઇ યુવકે તેના હોલીડે પેકેજના રૂપીયા પરત નહીં આપતા જાણ માલુમ પાડ્યું કે તેની સાથે ફ્રોડ થયું છે. જેની યુવકે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. પોલીસ તપાસ દરમિયાન આવા ગુનામાં મુખ્ય ભુમીકા ભજવનાર આરોપી રમણ વીજય કપુરે ખોટી હોલીડે પેકેજની સ્કીમવાળી જાહેરાત બહાર પાડી લોકોને વિશ્વાસમાં લઇ છેતરપીંડી કરી એક વર્ષથી નાસતો ફરતો હતો. આથી પોરબંદર પોલીસને બેટમણીને આધારે ગોવા જઈ ત્યાં આરોપી રમણ ઉર્ફે રામ ઉર્ફે રમણીક વિજયકુમાર શાદીલાલ કપુર મળી આવતા વધુ પુછપરછમાં જાણવા મળ્યું કે આરોપી સુરત, ઉમરા, ભરૂચ સીટીમાં પણ 2017થી છેતરપીંડીના ગુનાઓમાં નાસતો ફરે છે. જેથી પોલીસે તમામ ગુનાહિત ઇતિહાસની કડક નોંધ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.