આજે CSK vs MI વચ્ચે મેચ, જાણો પિચ રિપોર્ટ

IPL 2025: ઇન્ડિયન પ્રીમિયર લીગની 18મી સિઝનની ત્રીજી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈની ટીમ વચ્ચે આજે મુકાબલો થવાનો છે. આ રોમાંચક મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાશે. આજની મેચમાં પિચની ભૂમિકા ખાસ રહેવાની છે. આવો જાણીએ પિચ રિપોટ.

આ પણ વાંચો: IPL 2025: શું સૂર્યકુમાર યાદવ ઇતિહાસ રચશે? રોહિત શર્મા પછી તે આવું કરનાર બીજો ભારતીય બનશે

ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમની પિચ રિપોટ
ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ (ચેપૌક) ની પિચ બોલરો માટે ખાસ રહેવાની છે. જે ટીમે પહેલા બેટિંગ કરી છે તે ટીમે 170થી વધુ રન બનાવ્યા છે. આ મેદાન પર અત્યાર સુધીમાં 77 IPL મેચ રમાઈ છે. પહેલા બેટિંગ કરનારી ટીમ 46 વખત જીતી છે. લક્ષ્યનો પીછો કરતી ટીમ 31 વખત સફળ રહી છે. બંને ટીમના હેડ ટુ હેડ રેકોર્ડની વાત કરીએ તો બંને વચ્ચે 37 મેચ રમાઈ છે. જેમાં મુંબઈની ટીમની 20 વખત જીત અને ચેન્નાઈ સુપર કિંગ્સ 17 મેચમાં વિજયી રહ્યું છે.