ચીને ભારત અને પાકિસ્તાનને આપ્યો સંદેશ, શાંતિપૂર્ણ ઉકેલના માર્ગે પાછા ફરવા વિનંતી કરી

Bharat Pakistan: ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની શક્યતા વધી રહી છે. પહલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાન પર વાર કર્યો હતો. આ પછી પાકિસ્તાન ભારતની સરહદ પર સતત 2 દિવસથી હુમલો કરી રહ્યું છે. આ વચ્ચે ચીને ભારત અને પાકિસ્તાન બંને દેશને સંદેશ આપ્યો છે. આવો જાણીએ ચીને પોતાના સંદેશમાં ભારત અને પાકિસ્તાનને શું કહ્યું.

આ પણ વાંચો: પાકિસ્તાનની સરહદે આવેલા વિસ્તારોમાં ખાસ ચેતવણી, કચ્છમાં લોકોએ ઘરની બહાર ન નીકળવા સૂચના

અમે તણાવ અંગે ખૂબ ચિંતિત છીએ
ચીને આજના દિવસે એક નિવેદન જારી કર્યું હતું. જેમાં કહેવામાં આવ્યું કે ભારત અને પાકિસ્તાન બંને દેશને શાંતિ રાખવા માટે કહ્યું હતું. ચીને ભારત અને પાકિસ્તાન એમ બંને દેશોને શાંતિપૂર્ણ ઉકેલના માર્ગે પાછા ફરવા ‘ભારપૂર્વક’ વિનંતી કરી છે. ચીનના વિદેશ મંત્રીએ કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ પર તેઓ નજર રાખી રહ્યા છે અને આ પરિસ્થિતિ અંગે ચિંતિતિ છે. ચીને કોઈ પણ એવી કાર્યવાહી કરવાની ના પાડી છે કે જેનાથી બંને દેશોમાં તણાવ વધે. તરરાષ્ટ્રીય સમુદાય પણ એ જ ઇચ્છે છે કે કોઈ એવી કાર્યવાહી કરવામાં ના આવે કે જેના કારણે તેની ખરાબ અસર પડે.