પર્થમાં બુમરાહનું જોરદાર પ્રદર્શન, કપિલ દેવના રેકોર્ડની કરી બરાબરી

Jasprit Bumrah: પર્થ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી રહેલા ભારતીય ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે ઓસ્ટ્રેલિયાની ધરતી પર નવો રેકોર્ડ બનાવ્યો છે. બુમરાહે દિગ્ગજ બોલરોને પણ પાછળ છોડી દીધા છે. ભારતીય ટીમ પ્રથમ દાવમાં 150 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાની ટીમે 7 વિકેટ ગુમાવીને 67 રન બનાવ્યા છે.

આ પણ વાંચો: ભાજપને જીતનો છે પૂરો ભરોસો, BJP મુખ્યાલયમાં મૂકાયા જલેબીના બકડીયા

જસપ્રીત બુમરાહે ઈતિહાસ રચી દીધો
પહેલા જ દિવસે બુમરાહે 4 વિકેટ લીધી હતી. બીજા દિવસે ઈતિહાસ રચી દીધો હતો. ટેસ્ટ ક્રિકેટમાં તેની આ 11મી 5 વિકેટ છે. ઓસ્ટ્રેલિયાના ઘરઆંગણે બીજી વખત તેણે ટેસ્ટ મેચની એક જ ઇનિંગમાં અડધી ટીમને આઉટ કરવાનું કારનામું કર્યું છે. વર્ષ 2018માં મેલબોર્ન ટેસ્ટ મેચની એક ઇનિંગમાં 6 વિકેટ લેવાનું કારનામું કર્યું હતું. આ 5 વિકેટ પછી બુમરાહે કપિલ દેવના રેકોર્ડની બરાબરી કરી દીધી છે. બુમરાહે ટેસ્ટમાં સૌથી વધુ 5 વિકેટ લેવાના મામલે ઈશાંત શર્મા અને ઝહીર ખાનની પણ બરાબરી કરી લીધી છે. બુમરાહ બીજી ઇનિંગમાં પણ 5 વિકેટ લેવાનું લક્ષ્ય રાખશે.