મહેમદાવાદમાં વાત્રક નદી કિનારે ગુનેગારના મકાન પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું

મહેમદાવાદ: મહેમદાવાદમાં વાત્રક નદી કિનારે ગુનેગારના મકાન પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. વાત્રક નદી કિનારે આવેલ ગોળીબારનો ટેકરો વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ તોડી નખાયું છે.

ચોરીના આરોપ સર જેનવાસ ભોગવી રહેલ મકાન માલિક અર્જુન બાવરી (શીખ)ના મકાન પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું હતું. પોલીસ બંધોબસ્ત સાથે અર્જુન બાવરીનું મકાન તોડી નાખવામાં આવ્યું હતું. આ અર્જુન બાવરી ચોરીના ગુનામાં હાલ જેલમાં છે.