UPI થયું ફરી ડાઉન, યુઝર્સને પેમેન્ટ કરવામાં થઈ રહી છે સમસ્યા

Google Pay: ઓનલાઈન પેમેન્ટ આજના સમયમાં મોટા ભાગના લોકો કરે છે. ફોનપે, ગૂગલ પે, પેટીએમ, એસબીઆઈ દ્વારા ડિજિટલ પેમેન્ટ લોકો હાલમાં કરે છે. આજે ફરી એક વાર UPI ડાઉન થયું હોવાનું સામે આવ્યું છે. હાલ વપરાશકર્તાઓએ UPI ડાઉન હોવાની ફરિયાદ પણ કરી છે.

આ પણ વાંચો: IPL 2025 વચ્ચે ગુજરાત ટાઇટન્સને મોટો ઝટકો, સ્ટાર ઓલરાઉન્ડરે ટીમ છોડી દીધી

ઓનલાઈન પેમેન્ટ કરતા લોકો માટે ઉપયોગી સમાચાર
તમે ઓનલાઈન પેમેન્ટ માટે ગૂગલ પે, ફોનપે, પેટીએમ જેવી સેવાઓનો ઉપયોગ કરી રહ્યો છો તો તમારા માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં આજના દિવસે એકવાર UPI યુઝર્સને આઉટેજનો સામનો કરવો પડ્યો હતો. UPI ડાઉન હોવાને કારણે, કરોડો વપરાશકર્તાઓને ડિજિટલ ચુકવણીમાં સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિશે ઘણા યુઝર્સે સોશિયલ મીડિયા પર UPI સેવા ડાઉન થયાની ફરિયાદ કરી હતી.