ગુજરાતમાંથી પાકિસ્તાન મોકલવાનો પહેલો કિસ્સો, ભરૂચના શાહિદા બીબીને પરત મોકલાયાં

ભરૂચઃ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં 27 ભારતીયોએ જીવ ગુમાવ્યો હતો. ત્યારબાદ ભારત સરકાર એક્શન મોડમાં આવી ગઈ હતી અને પાકિસ્તાન સામે આકરાં પગલાં ભર્યા હતા. જેમાં બે દિવસમાં ભારતમાં વિઝા હેઠળ રહેતા પાકિસ્તાનીઓને ઘરભેગાં થઈ જવા માટે જણાવ્યું હતું. આ આદેશ અંતર્ગત ગુજરાતમાંથી પાકિસ્તાની નાગરિકે માદરે વતન મોકલવાનો પહેલો કિસ્સો સામે આવ્યો છે.

મળતી માહિતી પ્રમાણે, ભરૂચમાં રહેતા શાહિદા બીબીને પાકિસ્તાન પરત મોકલવામાં આવ્યા છે. ભરૂચથી તેમને અટારી બોર્ડર લઈ જવામાં આવ્યા હતા અને ત્યાંથી તેમને માદરે વતન કરાચી મોકલવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, શાહીદા બીબી શોર્ટ ટર્મ વિઝા પર ભરૂચમાં રોકાયા હતા. તેઓ 14મી તારીખે ભરૂચ આવ્યા હતા અને આગામી 26મી જૂન સુધી રોકાવવાના હતા. તેઓ આ પહેલાં પણ બેવાર ભારત આવી ચૂક્યા છે. હવે તેમને પરત પાકિસ્તાન મોકલવામાં આવ્યા છે.