પાયલ હોસ્પિટલ CCTV વાયરલ કેસમાં વધુ એક આરોપીની ધરપકડ

અમદાવાદ: પાયલ હોસ્પિટલ CCTV વાયરલ કેસમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. CCTV કેસમાં અત્યાર સુધીમાં કુલ સાત આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. રોહિત સંજયકુમાર સિસોદિયા નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે, આરોપી દિલ્હીનો રહેવાસી હતો. આરોપી ડિપ્લોમા મેડિકલ લેબ ટેકનીશિયનનો અભ્યાસ કરેલ છે.

આરોપી દ્વારા દોઢ વર્ષ પહેલાં નેટફલિક્સ, હોટસ્ટારના પેકેજ વેચતો હતો. અત્યાર સુધીમાં ઝડપાયેલા બધા આરોપી મુખ્ય આરોપી છે અને બધાની ધરપકડ થઈ ગઈ છે. આરોપીની વધુ પૂછપરછમાં કરી કાર્યવાહી કરવામાં આવશે. આરોપી પરીત ધામેલિયા અને રાયન જે અગાઉ પકડાયેલ છે તેને સીસીટીવી રોહિતને આપેલ હતા.