બોગસ DySP નિશા વ્હોરા સામે ગુનો નોંધાયો, આણંદ LCBએ તપાસ શરૂ કરી

આણંદઃ ન્યૂઝ કેપિટલના અહેવાલી ધારદાર અસર જોવા મળી છે. પોતાને DySP તરીકે ઓળખાવતા સોજીત્રાની નિશા સલીમભાઈ વ્હોરા સામે સોજીત્રા પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે.
નિશા વ્હોરા પોતે DySPના હોદ્દા પર નહીં હોવા છતાં ઉચ્ચ અધિકારી ગણાવતા હોવા બાબતે ગુનો નોંધવામાં આવ્યો છે. પોતે સરકારી અધિકારી હોવા બાબતનો પ્રચાર કરવા અને મલિન ઇરાદાપૂર્વક જાહેરમાં સન્માન કરાવવા બાબતે ગુનો નોંધાયો છે. આ સમગ્ર મામલે આણંદ એલસીબીની ટીમ તપાસ કરી રહી છે.
DySPનું સન્માન કર્યું હતું
સુરતમાં દક્ષિણ ગુજરાત ચરોતર સુન્ની વ્હોરા સમાજે નકલી DySP નિશા વ્હોરાનું સન્માન કર્યું હતું. ઉધના દરવાજા ખાતે રૂસ્તમપુરા કોમ્યુનિટી હોલમાં કાર્યક્રમ યોજાયો હતો. સ્નેહમિલન કાર્યક્રમમાં નકલી DySP નિશા વ્હોરાનું સન્માન કર્યું હતું. કાર્યક્રમનું આયોજન નવનિયુક્ત પ્રમુખ આરીફ વ્હોરા, ઉપપ્રમુખ ઇમ્તિયાઝ દૂધવાલા, સેક્રેટરી તોસીફ વ્હોરા સહિતની કમિટીએ કર્યુ હતું.