કોહલીના ઐશ્વર્યા રાયે કર્યા ખૂબ વખાણ, કહી આ વાત

Aishwariya Rai on Virat Kohli: વિરાટ કોહલીના ચાહકો દેશની સાથે દુનિયામાં છે. જેમાં વધુ એક નામ એડ થયું છે. આ નામ છે ભૂતપૂર્વ મિસ વર્લ્ડ ઐશ્વર્યા રાય બચ્ચન. ઐશ્વર્યાએ એક મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે તેને વિરાટની આક્રમકતા અને તેનો જુસ્સાદાર અંદાજ ખૂબ ગમે છે. તેણે કોહલીના વખાણ કર્યા હતા. આવો જાણીએ ઐશ્વર્યા રાયે શું કહ્યું છે.

આ પણ વાંચો: Car Tips: ઉનાળામાં આ રીતે તમારી કારની બેટરીનું રાખો ધ્યાન

ઐશ્વર્યા રાયે વિરાટ કોહલીના વખાણ કર્યા હતા
ઐશ્વર્યા રાય બચ્ચને તાજેતરમાં વિરાટ કોહલીની પ્રશંસા કરી હતી. તેણે કહ્યું કે વિરાટ ખૂબ જ પ્રભાવશાળી છે. વિરાટ જોડે જુસ્સો છે તે બીજા કરતા અલગ બનાવે છે. આ નિવેદન અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. કોહલીના ચાહકો તેને ખૂબ શેર કરીને કોમેન્ટ કરી રહ્યા છે. આટલું જ નહીં ઐશ્વર્યા રાયે વિરાટને આજની યુવા પેઢી માટે પ્રેરણારૂપ ગણાવ્યો હતો. તેની પાસે જુસ્સા અને ગુસ્સાનું યોગ્ય સંતુલન હોવું જોઈએ જે વિરાટ કોહલીમાં ભરપૂર છે.