એરટેલના 90 દિવસના આ પ્લાનનો યુઝર્સને પડી જશે મોજ, જાણી લો લાભ

Airtel Recharge Plans: એરટેલે ફેબ્રુઆરી અને માર્ચમાં ઘણા વપરાશકર્તાઓને પોતાની સાથે જોડ્યા હતા. ત્યારે અમે તમને 90 દિવસના પ્લાન વિશે માહિતી આપવાના છીએ જેનો ખાસ ફાયદો એ થશે કે ત્રણ મહિના સુધી તમારે રિચાર્જ કરવાની જરૂર નહીં પડે.
આ પણ વાંચો: IPL 2025 ફરી શરૂ થાય તે પહેલા મોટો ફેરફાર, BCCIએ લીધો આ નિર્ણય
એરટેલનો 90 દિવસનો પ્લાન
એરટેલનો આ રિચાર્જ પ્લાન 929 રૂપિયાની કિંમતે તમારે કરવાનો રહેશે. વપરાશકર્તાઓને 90 દિવસની લાંબી વેલિડિટી સાથે તમને આ પ્લાન મળશે. જેમાં તમને અમર્યાદિત કોલિંગનો લાભ મળી રહેશે. જેમાં તમને રોજનો 1.5GB હાઇ સ્પીડ ડેટા અને 100 મફત SMSનો લાભ મળશે. સમગ્ર ભારતમાં અનલિમિટેડ ફ્રી કોલિંગ અને ફ્રી નેશનલ રોમિંગની ઓફર કરવામાં આવે છે. કુલ 180GB ડેટા મળશે. તમને 90 દિવસ માટે મફત Jio Hotstar સબ્સ્ક્રિપ્શન સાથે દરરોજ 100 મફત SMS મળશે.