AMCની સરાહનીય કામગીરી, હોલિકા દહન માટે છાણાંની સ્ટીક-ટિક્કીનું ધાર્મિક સંસ્થાઓને ફ્રીમાં વિતરણ

અમદાવાદઃ શહેરમાં વધતા પ્રદૂષણના પ્રશ્ન વચ્ચે AMCએ સરાહનીય પહેલ કરી છે. AMCના CNCD વિભાગ દ્વારા ધાર્મિક સંસ્થાઓને હોલિકા દહન માટે છાણાંની સ્ટીક અને ટિક્કીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
જગન્નાથ મંદિર સહિત 7 ધાર્મિક સંસ્થાઓને વિનામૂલ્યે ટિક્કી અને સ્ટીકની કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. શહેરના 32 રહેણાંક વિસ્તારોમાં 2100ના ગૌશાળાના અનુદાન પર કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. હોલિકા દહનમાં લાકડાંનો ઉપયોગ ઘટે તે હેતુથી પહેલ કરવામાં આવી છે.
18,500 કિલોગ્રામમાંથી 22,000 નંગ સ્ટીક અને 5550 ટિક્કી કિગ્રા છાણમાંથી 18,500 નંગ ટિક્કીઓનું વિતરણ કરવામાં આવ્યું છે. વૈદિક હોળી માટે 251 નંગ છાણની ટિક્કી અને 251 નંગ સ્ટીકની કીટ બનાવવામાં આવી રહી છે. CNCD વિભાગ દ્વારા જાન્યુઆરી મહિનાથી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
800 જેટલી ગાયના છાણ, 4 મશીન અને 15 લોકોના સ્ટાફ સાથે કામગીરી કરવામાં આવી છે. CNCD વિભાગની પહેલથી કીટ વિતરણ દ્વારા અત્યાર સુધીમાં કુલ રૂપિયા 58,000થી વધુનું ગૌશાળા માટે દાન એકત્રિત કરવામાં આવ્યું છે.