અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી, 15 ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને ઘરભેગા કર્યા

અમદાવાદઃ ક્રાઈમ બ્રાન્ચે દેશવિરોધી પ્રવૃતિઓ પર મોટી કાર્યવાહી કરી છે. 15 ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓને સફળતાપૂર્વક બાંગ્લાદેશ પરત મોકલવામાં આવ્યા છે. આ મામલે રાજ્યના ગૃહમંત્રી X પર પોસ્ટ કર્યું હતું.

વેશ્યાવૃત્તિ માટે સગીર છોકરીઓની હેરફેરમાં સંડોવાયેલા લોકોની ઓળખ કરી ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ માટે નકલી ભારતીય દસ્તાવેજો બનાવવાના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.

કોમ્બિંગ ઓપરેશન દરમિયાન 50 ગેરકાયદેસર રહેતા વસાહતીઓની અટકાયત કરવામાં આવી છે.


તેમાંથી 15 ઇમિગ્રન્ટ્સ અને 1 સગીર બાળકને સફળતાપૂર્વક દેશનિકાલ કરવામાં આવ્યો છે. બાકીના ઇમિગ્રન્ટ્સના દેશનિકાલ માટે કાનૂની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે.