અમદાવાદ શહેર પોલીસ સુરક્ષા માટે સજ્જ, લોક ભાગીદારીથી 14 હજારથી પણ વધુ CCTV લગાવ્યા

અમદાવાદ: ગુજરાત જાહેર સલામતી અમલીકરણ અધિનિયમ – 2022 હેઠળ અમદાવાદ શહેર પોલીસ દ્વારા જાહેર જનતાને CCTV લગાવવા અંગે સમજ કરી 14,000થી પણ વધુ CCTV કેમેરા અમદાવાદ શહેરમાં લોક ભાગીદારી દ્વારા લગાવવામાં આવેલ છે.
શહેર પોલીસ દ્વારા આ CCTV કેમેરા પૈકી અગત્યની જાહેર જગ્યાઓના CCTV કેમેરાના લાઇવ ફીડ જે તે સ્થાનિક પોલીસ સ્ટેશન તેમજ શહેર પોલીસ કંટ્રોલ રુમ ખાતે લાઇવ જોઇ શકાય તે માટેનાં લોક ભાગીદારી હેઠળના આ પ્રોજેક્ટની કામગીરી હાલ ચાલી રહેલ છે.
પોલીસ કમિશ્નર જી.એસ.મલિક દ્વારા આજરોજ આ પ્રોજેક્ટની સમીક્ષા કરવામા આવેલ અને આ હેઠળ આવરી લેવાયેલ શાહીબાગ વિસ્તારની ગિરધરનગર સોસાયટી, કેમ્પ હનુમાન પાર્કિંગ ખાતેના CCTV કેમેરા લોકેશનની અને શાહીબાગ પોલીસ સ્ટેશન અને પોલીસ કંટ્રોલ રુમની વિઝટ કરવામાં આવી હતી.