બાંગ્લાદેશીઓના નકલી પાસપોર્ટ બનાવનારા એજન્ટ સહિત બાંગ્લાદેશીની ધરપકડ

અમદાવાદઃ બાંગ્લાદેશીઓને નકલી ડોક્યુમેન્ટ બનાવી આપનારા ઝડપાયા છે. એજન્ટ અને એક બાંગ્લાદેશી વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. બાંગ્લાદેશી રાણા સરકાર અને એજન્ટ સોએબ મોહમ્મદની પોલીસે ધરપકડ કરી છે.

સ્થાનિક કોર્પોરેરના લેટરપેડની ડિજિટલ સ્કેન કરેલી કોપી પર નકલી ડોક્યુમેન્ટ બનાવવામાં આવ્યા છે. કોર્પોરેટર શહેઝાદ ખાન પઠાણ, ગીતાબેન સોલંકી ઇસનપુર અને પૂર્વ કોર્પોરેટર કમરુદ્દનના ડિજિટલ સ્કેન કરેલ લેટરપેડ પરથી ડોક્યુમેન્ટ બનાવવામાં આવ્યા છે. શેહઝાદખાન પઠાણના લેટરપેડથી 4 ડોક્યુમેન્ટ બનાવ્યા. ગીતાબેન સોલંકીના લેટરપેડ પર 15 ડોક્યુમેન્ટ બનાવ્યા. કમરૂદ્દીનના લેટરપેડ પર 2 ડોક્યુમેન્ટ બનાવ્યા છે.

ATSએ રાણા સરકાર ઉર્ફે મોહમ્મદ દીદારૂલ આલમને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. રાણા સરકાર નારોલમાં રહે છે, જ્યાં મોબાઈલની દુકાન ચલાવે છે. રાણાએ ખોટા આઈડીના આધારે ભારતીય પાસપોર્ટ બનાવ્યો હતો. રાણા સરકાર અને રોબ્યુલ ઈસ્લામ નામની વ્યક્તિઓ ખોટા દસ્તાવેજો બનાવીને લોકોને પાસપોર્ટ બનાવી આપતા હતા.

રાણા સરકારની દુકાનમાં રેડ કરતા આધારકાર્ડ, પાનકાર્ડ અને ચૂંટણીકાર્ડ મળી આવ્યા હતા. આ રેડમાં રાણા સરકારનું બાંગ્લાદેશી આઇડી કાર્ડ, ભારત ઈ-શ્રમ કાર્ડ તથા BoBની પાસબુક મળી આવી છે. રોબ્યુલ્સ ઇસ્લામ નામના વ્યક્તિએ 14થી 15 લોકોને રાણા પાસે મોકલ્યા હતા. હાલ સુધી ત્રણેયે મળીને 17 જેટલા બાંગ્લાદેશી લોકોના પાસપોર્ટ બનાવી આપ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે.

અન્ય નવ જેટલા બાંગ્લાદેશીઓના પાસપોર્ટ માટે પણ અરજી કરી છે. આરોપીના કમ્પ્યુટરમાં 300 જેટલા ખોટા આધારકાર્ડ, નકલી સર્ટી, પાનકાર્ડની નકલી સર્ટી મળી આવી છે. હાલ એટીએસએ રાણા સરકાર અને સોએબની ધરપકડ કરી છે, જ્યારે રોબ્યુલ્સ હાલ ફરાર છે.