પહલગામ હુમલા બાદ આતંકવાદીઓ પર મોટી કાર્યવાહી, બારમુલામાં 2 આતંકીઓ ઠાર

Jammu Kashmir: જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓના હુમલા બાદ દેશભરમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. મંગળવારે તેઓએ પહલગામમાં પ્રવાસીઓને નિશાન બનાવ્યા, જેમાં 26 લોકો માર્યા ગયા. આ હુમલા બાદ સુરક્ષા દળો દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. બારામુલામાં બે આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. આ આતંકવાદીઓ ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યા હતા. જેને સેનાએ નિષ્ફળ બનાવ્યો.
સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ભારે ગોળીબાર થયો અને બે આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા. આતંકવાદીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો, દારૂગોળો અને અન્ય યુદ્ધ જેવી વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. સેનાનું ઓપરેશન ચાલુ છે. સુરક્ષા દળો દ્વારા વિવિધ સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે. ખીણમાં છુપાયેલા આતંકવાદીઓને પકડી શકાય તે માટે હોટલોની તપાસ કરવામાં આવી રહી છે.
પહલગામ હુમલાને પુલવામા સાથે જોડવામાં આવી રહ્યો છે, કારણ કે પુલવામા પછી આ એક મોટો હુમલો છે, જેમાં 26 લોકો માર્યા ગયા છે. પહલગામ હુમલામાં સંડોવાયેલા આતંકવાદીની તસવીર પણ સામે આવી છે. કાશ્મીરના ઇતિહાસમાં પ્રવાસીઓને નિશાન બનાવતો આ પહેલો હુમલો છે, જ્યાં નિઃશસ્ત્ર પ્રવાસીઓને ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.
આ પણ વાંચો: પહલગામ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાનનું પહેલું નિવેદન – અમને તો…
આતંકવાદીઓ દ્વારા જે જગ્યાએ પ્રવાસીની હત્યા કરવામાં આવી હતી તે પહલગામથી માત્ર 4 કિલોમીટર દૂર છે. કુદરતી સૌંદર્યને કારણે, ત્યાં સામાન્ય રીતે પ્રવાસીઓની ભીડ જોવા મળે છે, જે સમયે આતંકવાદીઓએ પ્રવાસીઓ પર હુમલો કર્યો હતો. તે સમયે મોટાભાગના પ્રવાસીઓ ઘોડેસવારી કરી રહ્યા હતા. સુરક્ષા સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ઘટનાને અંજામ આપતા પહેલા પર્યટન સ્થળની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી. હવે તપાસ એજન્સીઓ આતંકવાદીઓની નવી પેટર્ન મુજબ આ હુમલાની તપાસ કરી રહી છે.