પાકિસ્તાની ક્રિકેટરો, અભિનેતાઓ બાદ હવે PAK PM શાહબાઝ શરીફ પર ભારતની ડિજિટલ સ્ટ્રાઇક

Shehbaz Sharif YouTube channel Ban: પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવનું વાતાવરણ છે. આ દરમિયાન કેન્દ્ર સરકારે ભારતમાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફની સત્તાવાર યુટ્યુબ ચેનલને બ્લોક કરી દીધી છે. ભારત સરકારે વડાપ્રધાન શાહબાઝ શરીફ, રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી, મરિયમ નવાઝ, બિલાવલ ભુટ્ટો સહિત ઘણા પાકિસ્તાની નેતાઓ અને મંત્રીઓના ઈન્સ્ટાગ્રામ પર પણ ભારતમાં પ્રતિબંધ લગાવી દીધો છે.

ભારત દ્વારા પ્રતિબંધિત પ્લેટફોર્મ્સમાં પાકિસ્તાનની અગ્રણી ન્યૂઝ ચેનલ્સ ડૉન, સમા ટીવી, એઆરવાય ન્યૂઝ, બોલ ન્યૂઝ, રફ્તાર, જિયો ન્યૂઝ અને સુનો ન્યૂઝની યુટ્યુબ ચેનલોનો સમાવેશ થાય છે. આ સિવાય પત્રકાર ઈર્શાદ ભટ્ટી, અસમા શિરાઝી, ઓમર ચીમા અને મુનીબ ફારૂકની યુટ્યુબ ચેનલો પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ સિવાય ધ પાકિસ્તાન રેફરન્સ, સમા સ્પોર્ટ્સ, ઉઝૈર ક્રિકેટ અને રાજી નામા જેવા યુટ્યુબ હેન્ડલ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.