India Pakistan તણાવ વચ્ચે ભારતીય ક્રિકેટરો કરી રહ્યા છે પોસ્ટ,ભારતીય સેનાને આપી રહ્યા છે સાથ

Virat Kohli: ભારત અને પાકિસ્તાન વચ્ચે ભારે તણાવ જોવા મળી રહ્યો છે. બંને દેશ એકબીજા પર હુમલાઓ કરી રહ્યા છે. ત્યારે તમામ ભારતીય દેશની સાથે ઉભા છે. ભારતીય ક્રિકેટના ખેલાડીઓ પણ દેશને સહકાર આપી રહ્યા છે. તમામ ખેલાડીઓ સોશિયલ મીડિયામાં આ વિશે પોસ્ટ કરી રહ્યા છે અને સાથ આપશે તેવું કહી રહ્યા છે. જેમાં વિરાટ કોહલી,રોહિત શર્મા અને ધોનીનું રિએક્શન સામે આવ્યું છે.

વિરાટે કરી પોસ્ટ
ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ પણ સેનાને પ્રોત્સાહન આપ્યું છે. કોહલીએ ભારતીય સૈનિકો માટે પોસ્ટ કરી છે. જેમાં તેણે લખ્યું કે, “સંકટના આ સમયમાં, અમે અમારી સેનાને સલામ કરીએ છીએ, જે આવા મુશ્કેલ સમયમાં પણ દેશનું રક્ષણ કરી રહી છે. અમે હંમેશા સેનાની બહાદુરીના ઋણી રહીશું. આ બલિદાન માટે સેના અને તેમના પરિવારોનો હૃદયપૂર્વક આભાર.” બીજી બાજૂ તેની વાઈફે પણ પોસ્ટ કરી છે. જેમાં તેણે લખ્યું કે “આ મુશ્કેલ સમયમાં આપણું રક્ષણ કરનારા ભારતીય સશસ્ત્ર દળોના અમે હંમેશા આભારી છીએ. તેમના બલિદાન માટે તેમના અને તેમના પરિવારજનોનો હૃદયપૂર્વક આભાર. જય હિંદ”

આ પણ વાંચો: ટેરિટોરિયલ આર્મી પાકિસ્તાનનો કરશે સામનો, ધોનીએ રહેવું પડશે તૈયાર

રોહિતે કરી પોસ્ટ
વિરાટની સાથે રોહિતે પણ પોસ્ટ કરી છે. જેમાં તેણે લખ્યું કે દરેક પસાર થતી ક્ષણ અને દરેક નિર્ણય સાથે, મને આપણી ભારતીય સેના, ભારતીય વાયુસેના અને ભારતીય નૌકાદળ પર ખૂબ ગર્વ છે. આપણા યોદ્ધાઓ આપણા દેશના ગૌરવ માટે મક્કમતાથી ઉભા છે. કોઈપણ ખોટી માહિતી ફેલાવવાનું ટાળવું જોઈએ અને આવા સમાચાર પર ભરોસો ના કરવો જોઈએ. બધા સુરક્ષિત રહો! #ઓપરેશન સિંદૂર #જયહિંદ