ઉનાળામાં તમારા હાથ-પગ કાળા થઈ જાય છે? તો આ ઘરેલું ઉપાયો અપનાવો

Summer Health Tips: ઉનાળો ચાલી રહ્યો છે. ગરમીની અસર ત્વચા પર ખરાબ અસર પડી શકે છે. ગરમી અને તડકાને કારણે હાથ-પગ કાળા થઈ જવાની સમસ્યા થતી હોય છે. ત્યારે અમે તમારા માટે ઘરેલું ઉપાયો લઈને આવ્યા છીએ.

બટાકા-લીંબુની પેસ્ટ
સૌ પ્રથમ બટાકાને તમારે છોલી લેવાના રહેશે. તેની પેસ્ટ બનાવી દો. હવે તમારા આ બટાકાની પેસ્ટમાં લીંબુનો રસ મિક્સ કરો. આ પેસ્ટને અઠવાડિયામાં બે વાર ત્વચા પર લગાવો અને સકારાત્મક પરિણામ તમે મેળવી શકો છો.

આ પણ વાંચો: રોહિત શર્માનો દીકરો છે એકદમ તેની કોપી, વીડિયો આવ્યો સામે

ચણાનો લોટ અને દહીં લગાવી
ચણાનો લોટ અને દહીં ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવે છે. એક બાઉલમાં ચણાનો લોટ અને દહીં કાઢો હવે તમારે તેને મિક્સ કરો. ટેનિંગની સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમારે ત્વચા પર આ પેસ્ટ રોજ લગાવવાની રહેશે.