ભુવનેશ્વર કુમારે રચ્યો ઈતિહાસ, CSKના દિગ્ગજને પાછળ છોડીને નંબર 1 બન્યો

IPL 2025: ઈન્ડિયન પ્રીમિયર લીગના અનુભવી બોલર ભુવનેશ્વર કુમાર ટુર્નામેન્ટના ઇતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે. તેણએ આ મામલે ડ્વેન બ્રાવોને પણ પાછળ છોડી દીધો છે. ભુવીએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાયેલી મેચમાં MIના તિલક વર્માની વિકેટ લઈને આ રેકોર્ડ બનાવી લીધો છે. આઈપીએલની લીગમાં તેણે 184 વિકેટ લીધી છે. આ વિકેટ સાથે ભુવનેશ્વર આઈપીએલમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલરોમાં ત્રીજા સ્થાને પહોંચી ગયો છે.

IPLમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર
184* – ભુવનેશ્વર કુમાર (179 ઇનિંગ્સ)
183 – ડ્વેન બ્રાવો (158ઇનિંગ્સ)
170 – લસિથ મલિંગા (122 ઇનિંગ્સ)
165* – જસપ્રીત બુમરાહ (134 ઇનિંગ્સ)
144 – ઉમેશ યાદવ (147ઇનિંગ્સ)

આ પણ વાંચો: IPL 2025: ટીમની આ ભૂલને કારણે પાટીદારને ભરવો પડશે લાખોનો દંડ

RCBને મોટી સફળતા અપાવી
ભુવનેશ્વર આઈપીએલમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલરોમાં ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. આ સિઝનમાં RCB તરફથી રમી રહેલા ભુવનેશ્વર કુમારથી આગળ ફક્ત યુઝવેન્દ્ર ચહલ (206) અને પીયૂષ ચાવલા (192) જ છે. ભુવનેશ્વર કુમારે 4 ઓવરમાં 48 રન આપ્યા હતા પરંતુ તેણે 18મી ઓવરમાં તિલક વર્માને આઉટ કરીને RCBને મોટી સફળતા અપાવી હતી. ભુવીએ આ સિઝનમાં અત્યાર સુધી સારી બોલિંગ કરી છે પરંતુ તે વધારે વિકેટ લેવામાં સફળ રહ્યો નથી.