સુરત જિલ્લામાં ગેરકાયદે વસતા 244 શંકાસ્પદ બાંગ્લાદેશીઓ મળી આવ્યા

કિરણસિંહ, સુરત: સુરત જિલ્લામાં ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓ પર પોલીસની કાર્યવાહી ચાલુ છે. ત્યારે બીજા દિવસે પણ અલગ અલગ વિસ્તારોમાંથી 244 શંકાસ્પદ બાંગ્લાદેશીઓ મળી આવ્યા છે. જેમાં મહિલા, પુરુષ, બાળકો મળી 59 લોકોને પોલીસે ડિટેન કર્યા છે.

સમૃદ્ધ ભારતની આસપાસ ત્રણ દુશમન દેશો આવેલા છે અને આ દુશ્મન દેશોના નાગરિકો ભારતમાં ગેરકાયદે વસવાટ કરતા હોય છે. તેમાંય બાંગ્લાદેશીઓ મોટી સંખ્યામાં આખા ગુજરાતમાં ગેરકાયદે વસવાટ કરી રહ્યા છે. હાલ ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવો માહોલ છે. ત્યારે બોર્ડર પર આર્મી જવાનો દુશમનના દાંત ખાટા કરવા કાર્યવાહી કરી રહ્યા છે. તો બીજી તરફ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ગેરકાયદે વસતા બાંગ્લાદેશો સામે સ્થાનિક પોલીસે બાયો ચઢાવી છે. છેલ્લા બે ત્રણ દિવસોથી પોલીસ શોધી શોધી બાંગ્લાદેશોને પકડી રહી છે. ત્યારે આજે ફરી એલ.સી.બી, એસ.ઓ.જી, પેરોલ ફરલો સ્કોર્ડની ચાર ટિમો અને સ્થાનિક પોલીસની આઠ ટિમો કામે લાગી છે અને પોલીસ કાર્યવાહી બાદ કે રીતે શંકાસ્પદ પકડાઈ રહેલા બાંગ્લાદેશીઓની ઓળખ કરી પોલીસ કાર્યવાહી કરી રહી છે. જેના કારણે બાંગ્લાદેશીઓ ફફડાટ મચી ગઈ છે.

આજે પણ આખા જિલ્લામાંથી પોલીસે 244 શંકાસ્પદ બાંગ્લાદેશી ઓને પકડી પાડી પૂછપરછ કરી રહી છે, જેમાં 59 લોકોને ડિટેઇન કર્યા છે. દેશમાં છુપાયેલા ક્યાં ગદારો આ દુશમન મુલ્કના લોકોને ભારતમાં ઘૂસાડે છે અને કોણ આશરો આપે છે અને કેવી રીતે તેમના આધારકાર્ડ, ચૂંટણી કાર્ડ બની જાય છે. આવા દેશના ગદારોની ઓળખ પણ થવી જોઈએ એવી માગ સ્થાનિકો કરી રહ્યા છે.