સુરતમાં 2100 વિદ્યાર્થીઓએ સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ, કેલક્યુલેટર વગર જ મેથ્સનું ફાસ્ટ કર્યું કાઉન્ટીંગ

અમિત રૂપાપરા, સુરત: વર્તમાન સમયમાં મોબાઇલના વડગણના કારણે બાળકોની યાદશક્તિ ઓછી થઈ રહી છે. તો મોબાઈલના ઉપયોગના કારણે બાળકોને ઘણું નુકસાન પણ થઈ રહ્યું છે. તેવામાં સુરતમાં એક વર્લ્ડ રેકોર્ડ સર્જાયો છે. આ વર્લ્ડ રેકોર્ડ 2100 બાળકોએ સાથે મળીને સર્જ્યો છે. સુરત બ્રાઇટર બીના 2100 બાળકોએ સાથે મળીને કેલ્ક્યુલેટર વગર જ સરવાળા બાદબાકી ગુણાકાર સહિતના લાંબા પ્રશ્નોનું હાથની આંગળીના ટેરવે સોલ્યુશન આપ્યું અને એ પણ સળંગ પાંચ મિનિટ સુધી. એક સાથે આટલા વિદ્યાર્થીઓએ ગણિતના પ્રશ્નોનું સોલ્યુશન કેલ્ક્યુલેટર વગર માનસિક શક્તિથી આપ્યું હોય તેવો વિશ્વનો પ્રથમ કિસ્સો સુરતના મોટા વરાછા વિસ્તારમાં બન્યો. આ રેકોર્ડને યુનિવર્સલ બર્લ્ડ રેકોર્ડની બુકમાં સ્થાન મળ્યું.
વર્તમાન સમય વિદ્યાર્થીઓ માટે આધુનિક ઉપકરણોથી ભરેલો યુગ છે. તેના કારણે વિદ્યાર્થીને કોઈપણ પ્રશ્નનું સોલ્યુશન જોઈતું હોય તો તે google પર સર્ચ કરીને અથવા તો ગણિતના પ્રશ્નોનું સોલ્યુશન કેલ્ક્યુલેટરથી મેળવી શકે છે. ત્યારે સુરતના મોટા વરાછા વિસ્તારમાં બાળકોએ આધુનિક ઉપકરણો વગર જ ખૂબ જ લાંબા અને જટિલ ગણિતના પ્રશ્નોનું સોલ્યુશન આંગળીના ટેરવે અને માનસિક શક્તિનો ઉપયોગ કરીને મેળવ્યો. બાળકોની આ અદભુત શક્તિના કારણે સુરતના મોટા વરાછા વિસ્તારમાં એક વર્લ્ડ રેકોર્ડ સર્જાયો.
સુરતના મોટા વરાછા વિસ્તારમાં બ્રાઇટર બીના 2100 વિદ્યાર્થીઓએ સાથે મળીને ગણિતના લાંબા અને જટિલ પ્રશ્નોના ગુણાકાર, બાદબાકી, સરવાળા આંગળીના ટેરવે સતત 5 મિનિટ સુધી કરીને તેના સાચા આન્સર આપીને વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો હતો. સામાન્ય વ્યક્તિને આ જટિલ પ્રશ્નોનું સોલ્યુશન મેળવવા માટે આધુનિક ઉપકરણો મોબાઇલ કે, પછી કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવો પડે પરંતુ બ્રાઈટર બીના વિદ્યાર્થીઓ દ્વારા માત્ર આંગળીના ટેરવે જ વ્યક્તિ જે પ્રકારે આંકડા બોલતા જાય તેના પ્લસ, માઇનસ, ગુણાકાર વિદ્યાર્થી પોતાના જ મનમાં કરીને અંતે સાચો આન્સર આપતા જોવા મળ્યા હતા.
યુનિવર્સલ વર્લ્ડ રેકોર્ડની ટીમના સભ્ય પ્રકાશ લહેરી દ્વારા તમામ બાબતોની ખરાઈ કરવામાં આવી હતી અને યુનિવર્સલ વર્લ્ડ રેકોર્ડની ટીમની હાજરીમાં જ 2100 વિદ્યાર્થીઓ દ્વારા એક સાથે સતત 5 મિનિટ સુધી ગણિતના લાંબા જટિલ પ્રશ્નોનું કેલ્ક્યુલેટર વગર જ પોતાની માનસિક શક્તિ અને આંગળીના ટેરવે ગણતરી કરીને સોલ્યુશન આપતા આ રેકોર્ડ સર્જાયો હતો. યુનિવર્સલ વર્લ્ડ રેકોર્ડની ટીમના સભ્ય પ્રકાશ લેહરી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, એવું વિશ્વમાં પહેલી વખત થયું છે કે એક સાથે 2100 વિદ્યાર્થીઓએ સાથે મળીને પેપર, પેન, કેલ્ક્યુલેટર અને મોબાઈલ વગર જ ગણિતના લાંબા પ્રશ્નોના સોલ્યુશન માત્ર માનસિક શક્તિ અને આંગળીના ટેરવે આપ્યા હોય અને બાળકોની અદભુત શક્તિના કારણે આ એક વર્લ્ડ રેકોર્ડ સર્જાયો છે. તેના જ કારણે બ્રાઇટર બીના સંચાલકોને વર્લ્ડ રેકોર્ડનું મેડલ અને સર્ટિફિકેટ કરવામાં આવ્યું હતું.