September 17, 2024

‘ચીન ટપાક ડમ ડમ’ કેમ સોશિયલ મીડિયામાં વાયરલ થયું?

Chin Tapak Dam Dam: બાળકોના લોકપ્રિય કાર્ટૂન ‘છોટા ભીમ’નો ડાયલોગ ‘ચીન ટપાક ડમ ડમ’ સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રેન્ડ કરી રહ્યો છે. માત્ર છોટા ભીમના ચાહકોએ જ નહીં પરંતુ અન્ય ઘણા યુઝર્સે તેનો ઉપયોગ મેમ ટેમ્પલેટ તરીકે કર્યો છે અને ઈન્સ્ટાગ્રામ રિલ્સ અને એન્ટરટેઇનમેન્ટ માટે પોસ્ટ બનાવી છે.

‘ચીન ટપાક ડમ ડમ’ શું છે?
ખલનાયક પાત્ર ટાકિયા સાથે સંકળાયેલું ‘ચીન ટપાક ડમ ડમ’ વાક્ય જ્યારે પણ તેની જાદુઈ શક્તિઓનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરે છે ત્યારે બોલે છે અને તે તેનો સિગ્નેચર ડાયલોગ બની જાય છે.

શા માટે ‘ચીન ટપાક ડમ ડમ’ ટ્રેન્ડ શરૂ થયો?
એક ચાહકે ‘Chhota Bheem – Old Enemies, Season 4, Episode 47’નો એપિસોડ જોયો અને ત્યારે તેણે આ ડાયલોગ સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. આ એપિસોડમાં ટાકિયા ઢોલકપુરમાં (એક કાલ્પનિક રાજ્ય, આ કાર્ટૂન શ્રેણીના પાત્રોનું ઘર છે) તેના ભૂતકાળના કારનામાઓને યાદ કરે છે. તેણે ત્યાં રેતીના સૈનિકોની સેના બનાવી હતી. આ સમગ્ર એપિસોડ દરમિયાન તે વારંવાર તેના આઇકોનિક ડાયલોગ ‘ચીન ટપાક ડમ ડમ’નું ઉચ્ચારણ કરે છે.

‘ચીન ટપાક ડમ ડમ’ મિમ્સ અને વાયરલ પોસ્ટઃ
આ દ્રશ્યની ક્લિપ્સ વાયરલ થતાં સોશિયલ મીડિયા યુઝર્સે તેને મિમ ટેમ્પલેટમાં મૂકીને વાયરલ કર્યું હતું. વાયરલ ક્લિપનું સર્જનાત્મક અર્થઘટન બનાવવું, ઇન્સ્ટાગ્રામ રિલ્સ , એક્સ પોસ્ટ્સ અને યુટ્યુબ વીડિયો ‘ચીન ટપાક ડમ ડમ’ મિમ્સથી છલકાઈ ગયા છે.

 

View this post on Instagram

 

A post shared by Ishan Goyal (@iamishan177)

 

View this post on Instagram

 

A post shared by Pogo TV (@pogotvin)


‘છોટા ભીમ’ એનિમેટેડ કોમેડી-એડવેન્ચર ટેલિવિઝન સિરિઝ છે. આ સિરિઝ ભીમ પર કેન્દ્રિત છે, જે એક બહાદુર, મજબૂત અને બુદ્ધિશાળી નાનો છોકરો છે, જે ઘણીવાર ઢોલકપુરના રહેવાસીઓની સમસ્યાઓનું નિરાકરણ કરે છે, તેમની પ્રશંસા મેળવે છે.