અમેરિકાની શાળામાં ફરી ફાયરિંગ, 3 લોકોના મોત અનેક ઘાયલ

America: અમેરિકાના વિસ્કોન્સિનમાં સોમવારે સવારે એક યુવકે એક સ્કૂલમાં ગોળીબાર કર્યો હતો, જેમાં બે લોકોના મોત થયા હતા. પોલીસે જણાવ્યું કે હુમલાખોરનું પણ મોત થઈ ગયું છે. મેડિસન પોલીસ ચીફ શોન બાર્ન્સે જણાવ્યું હતું કે એબન્ડન્ટ લાઇફ ક્રિશ્ચિયન સ્કૂલમાં છ લોકો ઘાયલ થયા છે. આ શાળામાં 390 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. પોલીસે અગાઉ કુલ પાંચ લોકોના મોતની માહિતી આપી હતી.
બાર્ન્સે કહ્યું કે આજનો દિવસ માત્ર મેડિસન માટે જ નહીં પરંતુ આપણા સમગ્ર દેશ માટે દુઃખદ દિવસ છે. તેણે કહ્યું કે હુમલાખોરે આત્મહત્યા કરી લીધી છે. મેડિસન પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઘટનાની તપાસ ચાલી રહી છે. વધુ માહિતી જેમ જેમ ઉપલબ્ધ થશે તેમ જાહેર કરવામાં આવશે. હાલમાં લોકોએ આ વિસ્તારથી દૂર રહેવાની જરૂર છે. પોલીસે સોમવારે બપોરે શાળાની આસપાસના રસ્તાઓ બંધ કરી દીધા હતા.
United States | A shooting at a Christian school in Madison, Wisconsin, left three people dead, including the suspected shooter and children, and at least five others injured. The shooter is believed to have been a student at the school, reports Reuters citing Madison Police
— ANI (@ANI) December 16, 2024
વિસ્કોન્સિન ગવર્નરે દુઃખ વ્યક્ત કર્યું
વિસ્કોન્સિનના ગવર્નર ટોની એવર્સે કહ્યું કે અમે બાળકો, શિક્ષકો અને સમગ્ર એબન્ડન્ટ લાઇફ સ્કૂલ સ્ટાફ માટે પ્રાર્થના કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે અમે વધુ માહિતીની રાહ જોઈ રહ્યા છીએ અને સૌપ્રથમ અમે તે લોકોના આભારી છીએ જેઓ ઝડપથી જવાબ આપવા માટે કામ કરી રહ્યા છે. શાળાની વેબસાઈટ મુજબ, એબન્ડન્ટ લાઈફ ક્રિશ્ચિયન સ્કૂલ બિન-સાંપ્રદાયિક છે અને તેમાં કિન્ડરગાર્ટનથી લઈને હાઈ સ્કૂલ સુધીના આશરે 390 વિદ્યાર્થીઓ છે.
આ પણ વાંચો: એશિયાની સૌથી મોટી ઊંઝા APMCની ચૂંટણીનું આજે પરિણામ