બાંગ્લાદેશીઓને ભારતમાં પ્રવેશ કરાવનાર માસ્ટરમાઇન્ડની ધરપકડ, 40 બાંગ્લાદેશીઓ પણ ઝડપાયા

Delhi Police: દેશભરમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓ સામે સતત ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જેને લઇને દિલ્હી પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. દિલ્હી પોલીસે બાંગ્લાદેશીઓને ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશવામાં મદદ કરનાર આરોપીની ધરપકડ કરી છે. આ ઉપરાંત, 40થી વધુ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને પણ પકડવામાં આવ્યા છે. હાલ પોલીસ આ વ્યક્તિની પૂછપરછ કરી રહી છે. આ કેસની તપાસ કરવામાં આવી રહી છે. બીજી બાજુ, અજમેર પોલીસે પણ કાર્યવાહી કરી છે અને 6 બાંગ્લાદેશીઓની ધરપકડ કરી છે.
40 થી વધુ બાંગ્લાદેશીઓની ધરપકડ કરવામાં આવી
હકિકતે, દક્ષિણ પૂર્વ જિલ્લાની પોલીસે ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની ઘૂસણખોરી પાછળના માસ્ટરમાઇન્ડની ધરપકડ કરી છે. આ માસ્ટરમાઇન્ડ સાથે પોલીસે 40થી વધુ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની પણ ધરપકડ કરી છે. આ માસ્ટરમાઇન્ડ 10 વર્ષથી વધુ સમયથી બાંગ્લાદેશીઓને ભારતમાં પ્રવેશ કરાવવાના કાર્યમાં સામેલ હતો. તે પૈસા લઈને બાંગ્લાદેશથી લોકોને લાવીને ભારતમાં સ્થાયી કરતો હતો. હાલમાં પોલીસ માસ્ટરમાઇન્ડની પૂછપરછ કરી રહી છે. આ સાથે, એ પણ તપાસ કરવામાં આવી રહી છે કે તેણે અત્યાર સુધીમાં કેટલા બાંગ્લાદેશીઓને ભારતમાં પ્રવેશવામાં મદદ કરી છે.