September 17, 2024

શું સચિન તેંડુલકર ફરીથી ક્રિકેટ રમશે?

Sachin Tendulkar: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCI એક નવી ક્રિકેટ લીગ શરૂ કરવા માટે વિચારી રહ્યું છે. જે લીગ નિવૃત્ત ક્રિકેટરો માટે હોઈ શકે છે, જેને ‘લેજેન્ડ્સ પ્રીમિયર લીગ’ નામ આપવામાં આવી શકે છે. એક અહેવાલમાં આપેલી માહિતી પ્રમાણે કેટલાક ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરોએ આ અંગે બીસીસીઆઈ સચિવ જય શાહ સાથે વાત કરી છે. BCCI તેને આવતા વર્ષથી શરૂ કરવાનું વિચારી રહ્યું છે. હાલમાં BCCI બે લીગ IPL અને WPLનું આયોજન કરે છે.

કોઈ કમી નથી
વિશ્વભરમાં લીગ ઓફ લિજેન્ડ્સની કોઈ કમી નથી. લિજેન્ડ્સ લીગ ક્રિકેટ, રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ, વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ અને ગ્લોબલ લેજેન્ડ્સ લીગ જેવી લીગનું આયોજન કરવામાં આવે છે. આ લીગમાં એવા ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવે છે કે જેઓએ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો હોય છે. જો BCCI તેની લીગ શરૂ કરે છે, તો તે કોઈપણ ક્રિકેટ બોર્ડ દ્વારા આયોજિત પ્રથમ લિજેન્ડ્સ ટૂર્નામેન્ટ હશે. જો આ લીગ શરૂ કરવામાં આવશે તો યુવરાજ સિંહ, સચિન તેંડુલકર, વિરેન્દ્ર સેહવાગ, ક્રિસ ગેલ અને એબી ડી વિલિયર્સ જેવા ખેલાડીઓ જોવા મળી શકે છે.

આ પણ વાંચો: નિરજ પછી મનુ ભાકર પણ કેમ લેશે બ્રેક?

સચિન તેંડુલકરે પણ ભાગ લીધો હતો
સચિન તેંડુલકરે રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝની પ્રથમ બે શ્રેણીમાં ઇન્ડિયા લિજેન્ડ્સને જીત અપાવવામાં સફળ રહ્યો હતો. યુવરાજની કપ્તાનીમાં ભારતીય ટીમે તાજેતરમાં ઈંગ્લેન્ડમાં આયોજિત વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સની ટ્રોફી જીતી હતી. જો આ લીગ શરૂ કરવામાં આવશે તો IPL જેવી જ તમને જોવા મળશે. ફ્રેન્ચાઈઝીના અલગ-અલગ માલિકો જોવા મળશે. આઈપીએલની જેમ જ ખેલાડીઓની હરાજી કરવામાં આવશે. આ લીગ માત્ર એવા ક્રિકેટરો માટે હશે જેઓ તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે. જેના કારણે સચિન તેંડુલકર ફરી મેચ રમતા જોવા મળી શકે છે.