October 5, 2024

જયશંકરે જીનીવામાં રાહુલ ગાંધીનું નામ લીધા વિના કર્યો કટાક્ષ

S. Jaishankar: સ્વિત્ઝર્લેન્ડની મુલાકાતે ગયેલા વિદેશ પ્રધાન જયશંકરે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું નામ લીધા વગર કટાક્ષ કર્યો હતો. તેમણે એવું નિવેદન આપ્યું કે રાહુલ ગાંધીનું નામ પણ ના આવ્યું અને સારી રીતે ઝાટકણી પણ કાઢી હતી. આવો જાણીએ કે જયશંકરે શું નિવેદન આપ્યું એવું.

જયશંકરે કહી આ વાત
જયશંકરે સ્વિત્ઝર્લેન્ડમાં કહ્યું કે કંઈપણ “નોકઆઉટ” થતું નથી પરંતુ સખત મહેનતની જરૂર હોય છે. જયશંકરની આ ટિપ્પણી જીનીવામાં ભારતીય સમુદાયને સંબોધિત કરતી વખતે કરવામાં આવી હતી. તેણે લોકોને કહ્યું કે જીવન “રફ” નથી. કોઈપણ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે સખત મહેનત જરૂરી છે. આ સમયે જયશંકરે પીએમ મોદીના 10 વર્ષમાં ભારતમાં થયેલા વિકાસની વિગતો પણ આપી હતી.

આ પણ વાંચો: એસ. જયશંકરે 40 વર્ષ જૂની ઘટના કહી, પિતા ફસાયા હતા પ્લેન હાઇજેકમાં

ચોંકાવનારું નિવેદન આપ્યું હતું
લોકસભા ચૂંટણી 2024માં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ચોંકાવનારું નિવેદન આપ્યું હતું. તે સમયે કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી સત્તામાં આવશે તો દરેક મહિલાના ખાતામાં 1 લાખ રૂપિયા તુરંત ટ્રાન્સફર કરાશે. આ નિવેદનને લઈને ખુબ ચર્ચાઓ થઈ હતી. જ્યારે ચૂંટણી પુરી થઈ હતી ત્યારે મહિલાઓ કોંગ્રેસ કાર્યાલયોમાં વિરોધ માટે પહોંચી ગઈ હતી. આ સમયે મહિલાઓએ 1 લાખ રૂપિયાની માંગણી કરી હતી. આ સમયે મહિલાઓ કહી રહી હતી કે રાહુલ ગાંધીએ પોતાનું વચન પૂરું કરવું જોઈએ.