રાજકોટની શાંતિ હોસ્પિટલના CCTVના એક્સેસ મેડિકલ સ્ટોરના હાથમાં, જવાબદાર કોણ ?

Rajkot Shanti Hospital: ગુજરાતમાં દિવસેને દિવસે હોસ્પિટલોની બેદરકારીઓ સામે આવી રહી છે. આ વચ્ચે ફરી એક વાર રાજકોટની વધુ એક હોસ્પિટલની બેદરકારી સામે આવી છે. જેમાં શાંતિ હોસ્પિટલના CCTVના એક્સેસ મેડિકલ સ્ટોરના સંચાલકો પાસે હોવાનો ખુલાસો થયો છે. મેડિકલ સ્ટોરનો સ્ટાફ CCTV મોનિટરિંગ કરી રહ્યો હોવાની વિગતો મળતાની સાથે અમારી ટીમ મેડિકલ પર પહોંચી ત્યારે સ્ટાફ ગુમ થઈ ગયો હોવાનું સામે આવ્યું છે. મેડિકલ સ્ટોરના સંચાલક મેડિકલ સ્ટોરને તાળા મારી ને ભાગી ગયા હતા. શું તંત્ર વધુ એક પાયલ હોસ્પિટલની જેમજ સીસીટીવી કાંડ ની રાહ જોઈ રહ્યું છે?
આ પણ વાંચો: કેન્સર સામેની ઝુંબેશ શરૂઃ સારવાર માટેના 300થી વધુ મેડિકલ કેમ્પ શરૂ
રાજકોટમાં ફરી CCTVકાંડ?
પાયલ મેટરનીટી હોસ્પિટલના CCTV કાંડ જેવો જ કાંડ થવાની શકયતા છે. રાજકોટની શાંતિ હોસ્પિટલમાં મેડિકલ સ્ટોરમાં CCTVનું કમાન્ડ છે. દરેક વોર્ડમાં દર્દીઓની સારવાર કરતા CCTV જોવા મળ્યા હતા. ઇન્જેક્શન અને સારવાર લેતા દર્દીઓ CCTVમાં કેદ થતા જોવા મળ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા CCTVને લઈને કોઈ ગાઈડ લાઇન નથી.મોટો સવાલ એ છે કે દર્દીઓની પ્રાઈવસી લીક થાય તો જવાબદાર કોણ ? મેડિકલ સ્ટોર ફાર્માસીસ્ટ કનેરિયા જય રમેશચંદ્રના નામે પણ તે જ મેડિકલ સ્ટોરમાં હાજર નહિં