રાજકોટમાં 40 લાખનો બોગસ મેડિક્લેમ પકાવવાનું કારસ્તાન, રિપોર્ટથી ભાંડો ફૂટ્યો

રાજકોટઃ મેડિકલ ક્ષેત્રે ખળભળાટ મચાવતી ઘટના સામે આવી છે. 40 લાખનો બોગસ મેડિક્લેમ પકાવવાનું કાવતરું સામે આવ્યું છે. ડો. અંકિત કાથરાણી, દર્દી મયુર છુછાર અને સમર્પણ હોસ્પિટલના કર્મચારીનું કારસ્તાન સામે આવ્યું છે.
આ સમગ્ર મામલે અમદાવાદના ડો. રશ્મિકાંત પટેલે ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પેરાલિસિસની અસરની સારવારના એક તબીબના કાગળમાં ડાબી બાજુ તો બીજામાં જમણી બાજુ અસર લખ્યું હતું. તે રિપોર્ટથી સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. સિવિલ હોસ્પિટલના સહયોગ ઇમેજિનના MRIના ખોટા રિપોર્ટ પણ રજૂ કરવામાં આવ્યા હતા.