પાલનપુર નગરપાલિકાની સાધારણ સભામાં હોબાળો, વિપક્ષે બજેટની કોપી ફાડી વિરોધ કર્યો

બનાસકાંઠા: પાલનપુર શહેરના વિકાસલક્ષી બજેટ માટેની સાધારણ સભામાં આજે ભારે હોબાળો સર્જાયો હતો. વિપક્ષે આ બજેટને શહેરના વિકાસલક્ષી ન ગણાવ્યું હતું અને બજેટની કોપી ફાડી અને તેનો વિરોધ કર્યો હતો. જોકે વિપક્ષના વિરોધ વચ્ચે શાસક પક્ષે માત્ર પાંચ મિનિટમાં સાધારણ સભા આટોપી લીધી હતી અને સર્વનામ માટે બજેટ મંજૂર કર્યું હતું.

વિકાસ માટે પાલનપુર નગરપાલિકાની આજની સાધારણ સભામાં 35 કરોડની પૂરાતવાળું બજેટ મંજુર થયું હતું. જોકે શાસક પક્ષે પોતાની બહુમતીના જોરે આ બજેટને મંજૂર કર્યું હતું. બજેટની શરૂઆતમાં જ વિપક્ષે આ બજેટને લઈને હોબાળો મચાવ્યો હતો. શહેરમાં ગેરકાયદેસર પાર્કિંગ, ગેરકાયદેસર મંજૂરીઓ અને ગેરકાયદેસર દબાણો નગરપાલિકા હટાવતી નથી. જ્યારે શહેરના પાર્કિંગ, સ્મશાન સહિતના મુદ્દાઓ પણ આ બજેટમાં લેવામાં આવ્યા ના હતા અને જેનો વિપક્ષે વિરોધ કર્યો હતો.

વિપક્ષે બજેટની કોપીને ફાડી અને હોબાળો કરી અને વિરોધ દર્શાવ્યો હતો. જોકે શાસક પક્ષે આ બજેટને લઈને વિપક્ષને ચર્ચા કરવાની પણ ટકોર કરી હતી, પરંતુ વિપક્ષે હોબાળો ચાલુ રાખ્યો હતો અને આ હોબાળા વચ્ચે શાસક પક્ષે કરવાનું મતે 35 કરોડની પુરાતવાળું બજેટ મંજૂર કરી અને માત્ર 5 મિનિટમાં સભા આટોપી લીધી હતી.