પાકિસ્તાન કટોરો લઈને ફરશે તો પણ ભીખ નહીં મળે! ભારતે ઇકોનોમિક સ્ટ્રાઇકની કરી લીધી વ્યવસ્થા

FM Nirmala Sitharaman meets ADB President: ભારતના નાણામંત્રી નિર્મલા સીતારમને એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB)ના પ્રમુખ મસાટો કાંડાને મળ્યા અને તેમને પાકિસ્તાનને આપવામાં આવતા ફંડિંગમાં ઘટાડો કરવા જણાવ્યું હતું. 22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધેલા તણાવ બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણે ADB પ્રમુખ પાસેથી આ માંગણી ઉઠાવી છે.

ભારતના નાણામંત્રી નિર્મલા સીતારમન આજે ઇટાલીના મિલાનમાં આયોજિત 58મી એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB) વાર્ષિક બેઠક દરમિયાન ADB પ્રમુખ મસાટો કાંડા સાથે મુલાકાત કરી હતી. આ ઉપરાંત, નાણામંત્રી નિર્મલા સીતારમને ઇટાલીના નાણામંત્રી ગિયાનકાર્લો જ્યોર્જેટ્ટી સમક્ષ પણ આ માંગણી ઉઠાવી છે.

FM એ ભારતમાં આર્થિક વિકાસ માટે કેન્દ્રના પ્રયાસોની પણ ચર્ચા કરી
ADB પ્રમુખ મસાટો કાંડા સાથેની મુલાકાત દરમિયાન, નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું, “ભારત ખાનગી ક્ષેત્રની આગેવાની હેઠળની આર્થિક વૃદ્ધિ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે અને દેશમાં નીતિ અને નિયમનકારી ઇકોસિસ્ટમ બનાવી રહ્યું છે.”

ભારત સાથે વધતા તણાવથી પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને ફટકો પડી શકે છે
ગ્લોબલ રેટિંગ એજન્સી મૂડીઝે આજે એક અહેવાલમાં જણાવ્યું હતું કે ભારત સાથે વધતા તણાવથી પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને આંચકો લાગી શકે છે અને તેના વર્તમાન નાણાકીય સુધારાના પ્રયાસોમાં સમસ્યાઓ ઊભી થઈ શકે છે. આ ઉપરાંત, આ તણાવ પાકિસ્તાનના external financingને પણ અસર કરી શકે છે અને પાકિસ્તાનના વિદેશી હૂંડિયામણ ભંડાર પર પણ દબાણ લાવી શકે છે, જે આગામી ઘણા વર્ષો માટે દેવું ચૂકવવા માટે પણ ખૂબ ઓછા છે.