યુવરાજસિંહ બિઝનેસ પીચ પર કરશે બેટિંગ, પ્રીમિયમ ટેકીલા બ્રાન્ડ FINO કરી લોન્ચ

Yuvraj Singh New Innings: ભૂતપૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહે નવી ઇનિંગ્સ શરૂ કરી છે. માહિતી પ્રમાણે અલ્ટ્રા-પ્રીમિયમ સ્પિરિટ્સ બ્રાન્ડ ફિનો ટેકીલા લોન્ચ કરવા માટે કેટલાક બિઝનેસ દિગ્ગજો સાથે જોડાણ કર્યું છે. હાલ આ બ્રાન્ડ અમેરિકાની બજારમાં રજૂ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે સંજય દત્ત પણ દારૂના વ્યવસાય સાથે જોડાયેલા છે. સ્કોચ વ્હિસ્કી બ્રાન્ડ ધ ગ્લેનહોકન લોન્ચ કરવા માટે કાર્થેલ એન્ડ બ્રધર્સ સાથે ભાગીદારી કરી છે જે સફળ સાબિત થઈ છે.
આ પણ વાંચો: વેલેન્ટાઇન ડે પર OnePlus ફોન પર મળી રહ્યું છે 9,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ! આ રીતે લાભ લો
શિકાગોમાં લોન્ચ
એક મીડિયાએ આપેલી માહિતી પ્રમાણે ફિનો ટેકીલા અમેરિકાના શિકાગોમાં આયોજિત એક ખાસ કાર્યક્રમમાં લોન્ચ કરાઈ છે. જેમાં ખાસ લોકોને જ આમંત્રિત કરવામાં આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે FINO આ વર્ષે એપ્રિલના મધ્ય સુધીમાં ભારતમાં પણ લોન્ચ થઈ શકે છે. FINO નામનો મતલબ સુંદર થાય છે. FINO શિકાગોના ઘણા સ્થળ પર મળે છે. જેને થોડા સમયમાં ભારતમાં પણ લોન્ચ કરવામાં આવી શકે છે.