ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા ટીમ ઈન્ડિયા માટે આવ્યા સારા સમાચાર

Indian Cricket Team: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ રમાવાની છે. આ સિરીઝની શરૂઆત 22 નવેમ્બરથી થવાની છે. જેના માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થોડા જ સમયમાં થઈ શકે છે. આ પહેલા ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર આવ્યા છે. ટીમ ઈન્ડિયાનો ખેલાડી ફિટ થઈ રહ્યો છે.

વીડિયો સોશિયલ મીડિયા વાયરલ
ભારતીય ટીમના ચાહકોને આ સિરીઝ પહેલા એક સારા સમાચાર સામે આવ્યા છે. આ ખેલાડી મોહમ્મદ શમી છે. શમી બેંગલુરુમાં પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો. આ સમયનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે મોહમ્મદ શમી ODI વર્લ્ડ કપ 2023 પછી એક પણ મેચ રમી શક્યો નથી. તેના ચાહકો તેની રાહ જોઈ રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે તે ઓસ્ટ્રેલિયા સિરીઝમાં વાપસી કરશે.

મોહમ્મદ શમીનો વીડિયો વાયરલ
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં મોહમ્મદ શમી બ્લેક ટી-શર્ટમાં જોવા મળી રહ્યો અને તેણે શોર્ટ્સ પહેરેલો છે. આ સમયે રતના બોલિંગ કોચ મોર્ને મોર્કેલ પણ મોહમ્મદ શમી પર નજર રાખી રહ્યા હતા. હજૂ થોડા જ સમય પહેલા રોહિતે તેના વિશે અપડેટ આપ્યું હતું. શમીને લઈને રોહિતે કહ્યું કે અમારા માટે એ નક્કી કરવું મુશ્કેલ છે કે શમી ઓસ્ટ્રેલિયા સિરીઝ માટે ફિટ થશે કે નહીં.