October 4, 2024

અન્ય દેશો પણ ભારતની ટિપ્પણીઓ સાંભળવા તૈયાર રહે: એસ. જયશંકર

Geneva: ભારતમાં દેશના વિપક્ષી નેતાઓને મળવા પર કેટલાક દેશોના રાજદ્વારીઓ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીનો જયશંકરે ખૂબ કડક જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે જો કોઈ ભારતીય રાજનીતિ પર ટિપ્પણી કરે તો અમને કોઈ વાંધો નથી, પરંતુ તે દેશોએ પણ અમારી ટિપ્પણીઓ સાંભળવા તૈયાર રહેવું જોઈએ.

મુલાકાતને લઈને સવાલ
વિદેશ પ્રધાન એસ. જયશંકર તેમની બુદ્ધિમત્તા માટે જાણીતા છે. તેમના આપેલા તમામ નિવેદનો પર હમેંશા ચર્ચા થાય છે. ત્યારે વિદેશ પ્રધાન જિનીવામાં છે અને તેમને રાજદ્વારીઓ સાથેની અંગત મુલાકાતને લઈને સવાલ કરવામાં આવ્યો હતો. ત્યારે તેમણે કહ્યું કે અન્ય દેશો ભારતીય રાજનીતિ પર ટિપ્પણી કરે છે તેનાથી અમને કોઈ વાંધો નથી, પરંતુ તેઓએ એટલે કે બીજા દેશોએ પણ તૈયાર રહેવું પડશે. રાજકારણ પર અમારી ટિપ્પણીઓ સાંભળવા માટે તૈયાર રહો. જીનીવામાં ભારતીય સમુદાય સાથેની વાતચીત દરમિયાન તેમણે આ નિવેદન આપ્યું હતુ.

આ પણ વાંચો: પાકિસ્તાન બન્યું ઝેરી, એક જ પરિવારના 13 સભ્યોને ઝેરી દૂધ પીવડાવી મોતને ઘાટ ઉતારી દીધા

મહિલાઓની સુરક્ષાના મુદ્દે આ જવાબ
જયશંકરે આ સમયે સ્વીકાર્યું કે ભારતમાં મહિલાઓની સુરક્ષા એક મુદ્દો ચોક્કસ છે. કોલકાતામાં મેડિકલ કોલેજમાં જે હત્યા અને રેપનો બનાવ બન્યો છે તે અંગે કહ્યું કે મને નથી લાગતું કે દેશમાં એક પણ વ્યક્તિ હોઈ શકે જે જે બન્યું તેનાથી નારાજ ન હોય.” મહિલાઓની સુરક્ષા અને મહિલાઓ સામેના ગુનાઓ ભારતમાં એક મુદ્દો છે. આ સમસ્યા અન્ય દેશ માટે પણ બની શકે છે.