IPL કેટલા દિવસ માટે બંધ છે અને હવે ક્યારે શરૂ થશે? જાણો સંપૂર્ણ માહિતી

IPL 2025 Suspended: ભારત-પાકિસ્તાનના રાજકીય સંબંધો ખૂબ ખરાબ જોવા મળી રહ્યા છે. વધી રહેલા ખતરાને ધ્યાનમાં રાખીને IPL 2025 સ્થગિત કરી દેવામાં આવી છે. હવે મોટા ભાગના લોકોને સવાલ એ છે કે IPL 2025 કેટલા દિવસથી બંધ રહેશે. આવો જાણીએ.
આ પણ વાંચો: IPL 2025: ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે, અરુણ જેટલી મેદાનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
IPL કેટલા દિવસ માટે બંધ રાખવામાં આવી?
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ સત્તાવાર રીતે નિવેદન આપ્યું છે. IPL 2025 ટુર્નામેન્ટ એક અઠવાડિયા માટે સ્થગિત કરવામાં આવી રહી છે. બીસીસીઆઈએ ટુર્નામેન્ટ તાત્કાલિક અસરથી એક અઠવાડિયા માટે મુલતવી રાખવામાં આવી હતી. એનો અર્થ એ છે કે બાકીની તમામ મેચ એક અઠવાડિયા પછી જ શરૂ થશે. એવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે IPL 2025 ની બાકીની મેચો ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝ પછી આયોજિત કરવામાં આવી શકે છે. જોકે આ વાતની કોઈની પુષ્ટિ કરવામાં આવી નથી.