IPL શેડ્યૂલ આ દિવસે થશે જાહેર, ફાઈનલ મેચને લઈને આવી આ માહિતી સામે

Indian Premier League 2025 Schedule: IPL 2025ના શેડ્યૂલની જાહેરાત હજૂ સુધી કરવામાં આવી નથી. એક રિપોર્ટ પ્રમાણે આવનારા અઠવાડિયામાં તેની જાહેરાત કરવામાં આવી શકે છે. ક્રિકેટ ચાહકો આ શેડ્યૂલની ખૂબ રાહ જોઈ રહ્યા છે. આવો જાણીએ સમગ્ર માહિતી.
આ પણ વાંચો: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ ખેલાડીની જોવા મળશે શાનદાર ઇનિંગ્સ
IPLના શેડ્યૂલની જાહેરાત
IPLની તમામ ક્રિકેટ ચાહકો રાહ જોઈ રહ્યા છે. BCCI દ્વારા અંદાજે અઠવાડિયામાં શેડ્યૂલમાં તેની જાહેરાત થઈ શકે છે. એક રિપોટ પ્રમાણે ટુર્નામેન્ટની ફાઇનલ મેચ કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે રમાઈ શકે છે. તમને જણાવી દઈએ કે IPL 2025 મેગા ઓક્શનમાં 639.15 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. 182 ખેલાડીઓ પર બોલી લગાવાવમાં આવી હતી. જેમાં ખેલાડીઓ ઉપર કુલ 639.15 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા.