દિગ્વેશ રાઠીએ ‘Notebook Celebration’નું કારણ જણાવ્યું, આવું કરવાથી BCCIએ બે વાર આકરી ફટકારી છે સજા

Digvesh Rathi: લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) ના યુવા સ્પિનર ​​દિગ્વેશ રાઠી હાલ ચર્ચામાં છે. તેણે આ સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે પોતાની બોલિંગથી ઘણા આંતરરાષ્ટ્રીય સ્તરના બેટ્સમેનોને આઉટ કર્યા છે. પરંતુ હાલ તે તેની બોલિંગની સાથે તેની નોટબુક સેલિબ્રેશનને કારણે ચર્ચામાં છે. જોકે તેના માટે તેને 2 વાર BCCI દ્વારા સજા ફટકારવામાં પણ આવી છે. લખનૌમાં મુંબઈ ઈન્ડિયન્સ સામેની જીત બાદ, રાઠીએ ખુલાસો કર્યો કે વેસ્ટ ઈન્ડિઝનો સુનીલ નારાયણ તેનો આદર્શ છે.

આ પણ વાંચો: ગિલની કપ્તાની પર થયા સવાલો, ટીમના ખેલાડીને પીડામાં ‘છોડી પોતાની મસ્તીમાં હતા શુભમન

દિગ્વેશ રાઠીને બે વાર દંડ ફટકારવામાં આવ્યો છે
BCCIએ 2 વાર દિગ્વેશને દંડ ફટકાર્યો છે. જોકે આવું કર્યા પછી પણ તેણે શીખ લીધી ના હતી. મુંબઈના બેટ્સમેન નમન ધીરને આઉટ કર્યા પછી પણ ઉત્સાહથી આ રીતે નોટબુક સેલિબ્રેશન’ કરતો જોવા મળ્યો હતો. તેની મેચ ફીના 50 ટકા કાપવામાં આવ્યા હતા. તેના ખાતામાં વધુ બે ડિમેરિટ પોઈન્ટ ઉમેરવામાં આવ્યા છે. આ પહેલા પણ તેના ફીના 25 ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો. આ પછી તેણે પંજાબ કિંગ્સ સામે પ્રિયાંશ આર્યને આઉટ કર્યા પછી નોટબુક સેલિબ્રેશન કર્યું હતું.