September 17, 2024

અમરેલીમાં સિંહ અને શ્વાન આવી ગયા આમને-સામને, અને પછી…

અમેરલી: એશિયાઈ સિંહોના ગઢ ગણાતા ગીર અભ્યારણના અમરેલી જિલ્લામાં આવેલ વિસ્તારમાં અનેકવાર સિંહોના માનવ વિસ્તારોમાં લટાર મારવાના વીડિયો સામે આવતા રહે છે. જોકે, અમરેલીમાં એક એવો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં બે સિંહોની સામે શ્વાન આવી જાય છે અને પછી થાય છે બંને વચ્ચે ભીષણ ટક્કર. હાલ સોશિયલ મીડિયામાં સિંહ અને શ્વાન વચ્ચેની લડાઈનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે.

અમરેલીમાં હાલ સિંહ અને શ્વાન બાખડ્યાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ, અમરેલીના સાવરકુંડલાના થોરડી ગામે આવેલ ગૌશાળાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. બે દિવસ પહેલા બે સિંહ સિંહ થોરડી ગામે આવી ચડ્યા હતા. થોરડી ગામે આવેલ ગૌશાળાના ગેટ પાસે આ બે સિંહ ચઢી આવ્યા હતા.

બંને સિંહોએ ગૌશાળાના ગેટમાંથી ગૌશાળામાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ગૌશાળાના ગેટમાં બે સિંહ અને બે શ્વાન સામસામે આવી ગયા હતા. એટલું જ નહિ. બંને શ્વાનોએ સિંહોને જોરદાર પડકાર આપ્યો હતો. જોકે, સદનસીબે ગેટ લોક હતો નહિતર સિંહો બંને શ્વાનને ફાડી ખાતા તે ચોક્કસ છે. મહત્વનું છે કે, આવાર નવાર સિંહો શિકારની શોધમાં ગ્રામ્ય વિસ્તારમાં આવી ચડતા હોય છે. થોરડી ગામમાં આવી ચડેલા આ બે સિંહોનો વિડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે.