November 10, 2024

જો તમે વધુ પડતી કોફી પીશો તો શું થશે?

Coffee: મોટા ભાગના લોકોને કોફી પિવાનું આજના સમયમાં પસંદ હોય છે. પરંતુ શું તમને ખબર છે કે કોફી તમારા માટે નુકસાનકારક છે. તમે જાણો છો કે તમે દિવસમાં વધારે ટાઈમ કોફી પીવો છો તો તમારા માટે તે ખતરનાક સાબિત થઈ શકે છે.

કોફીની યોગ્ય માત્રા
એક રિપોર્ટ પ્રમાણે દિવસમાં 400 મિલિગ્રામથી વધુ કેફીનનું સેવન કરવું જોઈએ નહીં. જો તમે સ્વાસ્થ્યને મજબૂત રાખવા માંગો છો તો તમારે 2-3 કપથી વધુ કોફી ન પીવો. તમને જણાવી દઈએ કે વધારે પડતી કોફી પીવાના કારણે ઘણી બધી સમસ્યા થઈ શકે છે. ગર્ભવતી મહિલાઓ, સ્તનપાન કરાવતી મહિલાઓ, નાના બાળકો અને કિશોરોને કોફી ટાળવાની સલાહ આપવામાં આવે છે.

આ પણ વાંચો: ફણગાવેલા મગને સવારે ખાલી પેટ ખાઓ, થશે આ ફાયદાઓ

મે દિવસભર ઉર્જાનો અનુભવ
યોગ્ય માત્રામાં જો તમે કોફી પીવો છો તો તમને તેનો ફાયદો પણ મળશે. તમે કોફી પીવો છો તો તમે દિવસભર ઉર્જાનો અનુભવ કરી શકો છો. થાક અને નબળાઈનો અનુભવ થતો હોય તો તમે કોફી પી શકો છો.

આ થશે આડઅસર
સવારે ખાલી પેટ કોફી પીવાના કારણે તમને નુકસાની થઈ શકે છે. રાતના સમયે જો તમે કોફી પીવો છો તમને નુકસાન થશે. તમને અનિદ્રાની સમસ્યા થઈ શકે છે. રાત્રે સૂતા પહેલા કોફી પીવાથી તમારી ઊંઘના ચક્રમાં ખલેલ પડી શકે છે. સૂતા પહેલા તમારે 3થી 4 કલાક પહેલા કોફી પીવી જોઈએ.