ભાવનગરમાં પ્લાસ્ટીક મોનો યાનના કારખાનામાં આગ, મોટી સંખ્યામાં પ્લાસ્ટિકનો માલ બળીને ખાખ

Bhavnagar: ભાવનગરમાં જુના બંદર નજીક પ્લાસ્ટીક મોનો યાનના કારખાનામાં આગ લાગવાની ઘટના સામે આવી છે. શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથિમક કારણ સામે આવ્યું છે. મોટી સંખ્યામાં પ્લાસ્ટિકનો માલ બળીને ખાખ થઈ ગયો છે. આગની ઘટનામાં મોટા પાયે નુકશાન થયું હોવાની આશંકા છે.
મળતી માહિતી અનુસાર શહેરના જુના બંદર દેવ માર્બલની સામે આવેલ અંબિકા પ્લાસ્ટિકના કારખાનામાં આગ લાગી છે. હાલ ભાવનગર ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવવા પ્રયાસ કરી રહી છે. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. પરંતુ લાખો રૂપિયાનો પ્લાસ્ટિકનો સામાન બળીને ખાખ થયો છે.