આ ખેલાડી બન્યો CSKની ટીમનો બોજ, આંકડા છે ખૂબ જ ખરાબ

Chennai Super Kings: ચેન્નાઈની ટીમે અત્યાર સુધીમાં 4 મેચ રમી છે. જેમાંથી 1 મેચ એવી છે કે જેમાં ટીમની જીત થઈ બાકી 3 મેચમાં હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. જોકે આ સિઝનમાં એક સ્ટાર ખેલાડીનું ખૂબ જ ખરાબ પ્રદર્શન જોવા મળ્યું હતું. ચાહકોને પણ તેની પાસેથી વધારે આશા હતી. પરંતુ એવું થયું નહીં. આખરે દર વખતે ટીમને હારનો સામનો કરવાનો વારો આવ્યો છે.
આ પણ વાંચો: પોરબંદરથી જૂનાગઢ જતી ખાનગી બસ પલટી, 20 લોકો થયા ઇજાગ્રસ્ત
ધોની ખરાબ રીતે નિષ્ફળ રહ્યો છે
IPL 2025 માં અત્યાર સુધીમાં કુલ 4 મેચ રમાઈ છે. જેમાં આ મેચમાં ધોનીનું પ્રદર્શન ખૂબ ખરાબ જોવા મળ્યું હતું. અત્યાર સુધીમાં તેના બેટમાંથી ઓનલી 76 રન જ આવ્યા છે. મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં ધોની 8મા નંબરે બેટિંગ કરવા આવ્યો હતો. પરંતુ બેટમાંથી જે રન આવ્યા તે શૂન્ય હતા. RCB સામેની મેચમાં તો એવું બન્યું કે જ્યારે પરિસ્થિતિ આગળ વધી ગઈ એ પછી ત્યારે 9મા નંબરે બેટિંગ કરવા આવ્યો હતો. જેમાં તે ઓનલી 30 રન બનાવવામાં સફળ રહ્યો હતો. આ મેચમાં ટીમ 50 રનથી હારી ગઈ હતી. રાજસ્થાનની સામેની મેચમાં તે સાતમાં સ્થાને બેટિંગ કરવા આવ્યો હતો. પરંતુ તે 11 બોલમાં ફક્ત 16 રન બનાવી શક્યો હતો. તમામ મેચ જોઈને ખબર પડે છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં ધોનીના પ્રદર્શનમાં ઘટાડો થયો છે.