November 2, 2024

મારુતિ-ટાટા સહિતની આ કંપનીઓમાં મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ

Car offers Festive Season: તહેવારોની સિઝનમાં મોટા ભાગના લોકો વાહનની ખરીદી કરવાનું વિચારતા હોય છે. ત્યારે કંપનીઓ પણ ગ્રાહકો માટે સારી સારી ઓફરો આપે છે. દિવાળી પછી આટલા મોટા સ્તરે ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ નહીં હોય.

ઓફર્સ સાથે ખરીદવાની પણ એક મોટી તક
તહેવારોની સિઝનમાં દરેક કંપનીઓ પોતાનું વેચાણ વધારવા માટે સ્પર્ધા કરતી હોય છે. ઓટોમોબાઈલની મોટા ભાગની કંપનીઓ ઓટોમોબાઈલ કંપનીઓ આકર્ષક ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ ઓફર્સ અને બોનસ ઓફર કરી રહી છે. મારુતિ સુઝુકી, ટોયોટા, મહિન્દ્રા, હ્યુન્ડાઈ, ટાટા મોટર્સ, કિયા અને હોન્ડા બ્રાન્ડની કારને ભારે ડિસ્કાઉન્ટ અને ઓફર્સ સાથે ખરીદવાની પણ એક મોટી તક મળી રહી છે. SUV Tata Nexon પર રૂપિયા 25,000 સુધીની રોકડ અને રૂપિયા 20,000નું એક્સચેન્જ બોનસ મેળવી શકે છે.

મારુતિ સુઝુકી ઓફર
ગ્રાન્ડ વિટારા સ્ટ્રોંગ હાઇબ્રિડ પર 50,000 રૂપિયાનું રોકડ ડિસ્કાઉન્ટ, 5 વર્ષની વોરંટી અને 50,000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ પણ ઉપલબ્ધ છે. મારુતિ સુઝુકીના જિમ્ની વેરિઅન્ટ્સ, Zeta અને Alpha પર રૂપિયા 1.75 લાખ અને રૂપિયા 2.3 લાખનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

મહિન્દ્રા ઓફર
ઇલેક્ટ્રિક વાહન ખરીદનારાઓ માટે, XUV400 EV EL Pro FC વેરિઅન્ટ પર 3 લાખ રૂપિયાનું નોંધપાત્ર ડિસ્કાઉન્ટ મેળવી રહ્યું છે. Mahindra Thar 4×4 પર 1.25 લાખ રૂપિયાનું રોકડ ડિસ્કાઉન્ટ અને 25 હજાર રૂપિયાની એસેસરીઝ ઓફર મળી રહી છે

આ પણ વાંચો: દિવાળી પહેલા શાકભાજીના ભાવમાં વધારો, જાણો લેટેસ્ટ ભાવ

હોન્ડા અને કિયામાં ડિસ્કાઉન્ટ
Honda Cars, City eHEV પર રૂપિયા 70,000 સુધીનું રોકડ ડિસ્કાઉન્ટ અને રૂપિયા 20,000નું 3-વર્ષનું સર્વિસ મેન્ટેનન્સ ઓફર કરી રહી છે, જ્યારે Amaze રૂપિયા 50,000 સુધીનું રોકડ ડિસ્કાઉન્ટ, રૂપિયા 20,000નું એક્સચેન્જ બોનસ અને લોયલ્ટી લાભો ઓફર કરી રહી છે.