ગુજરાત ટાઇટન્સ માટે આવ્યા ગૂડ ન્યુઝ, હવે 2 ઘાતક ખેલાડીઓ ટીમમાં જોડાશે

Gujarat Titans: BCCI દ્વારા IPL 2025ના નવા શેડ્યૂલની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતની ટીમની હજૂ 3 મેચ બાકી છે. આવનારી મેચ લખનૌ સુપર જાયન્ટ્સ, દિલ્હી કેપિટલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રમવાની છે. હવે ગુજરાતની ટીમ માટે ગૂડ ન્યુઝ સામે આવ્યા છે. જેમાં ઇંગ્લેન્ડના જોસ બટલર અને દક્ષિણ આફ્રિકાના ગેરાલ્ડ કોટ્ઝી 14 મેના રોજ ગુજરાત ટાઇટન્સની ટીમમાં ફરી જોડાવાની વિગતો સામે આવી છે.

આ પણ વાંચો: સવાઈ માનસિંહ સ્ટેડિયમને બોમ્બથી ઉડાવવાની ધમકી, જયપુરના આ સ્ટેડિયમને 6 દિવસમાં ત્રીજી વખત મળી ધમકી

બટલર અને કોટ્ઝી ઘરે પાછા ફર્યા હતા
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો હતો. જેના કારણે આઈપીએલ 2025 એક અઠવાડિયા માટે મુલતવી રાખવામાં આવી હતી. આ પછી જોસ બટલર અને ગેરાલ્ડ કોટ્ઝી ઘરે પરત ફર્યા હતા. જ્યારે શેરફેન રૂધરફોર્ડ, રાશિદ ખાન,કાગીસો રબાડા અને કરીમ જાનમ સહિત બાકીના વિદેશી ખેલાડીઓ ઈન્ડિયામાં જ રહ્યા હતા. જોસ બટલરે IPL 2025માં ગુજરાત ટાઇટન્સ માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. તેના દમ પર ગુજરાતની ટીમે ઘમી મેચ જીતી છે.